News of Thursday, 9th July 2026
ટંકારા પોલીસે કારખાનાના સિકયુરીટી ગાર્ડને ર પિસ્તોલ તથા ૧૧ કાર્ટીસ સાથે ઝડપી લીધો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૯: ટંકારા પોલીસે હિરાપર ગામ પાસે કારખાનાના સિકયુરીટી ગાર્ડને ગેરકાયદે ૨ પિસ્તોલ તથા ૧૧ જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઇ પૂછતાછ હાથધરી છે.
મુકેશ પટેલ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા તથા એસ.એચ. સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેરએ ગેરકાયદે હથિયારો શોધી કાઢવા આપેલ સુચના અન્વયે જે.ડી. ઝાલા પોલીસ ઇન્સપેકટર ટંકારા તથા એસ.એન. સગારકા પો.સબ. ઇન્સ. તથા જે.કે. રાણા પો.સબ. ઇન્સ. ટંકારા સ્ટાફના માણસો સાથે ટંકારા પો.સ્ટે. વિસ્તારના પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સ્ટાફના માણસનો મળેલ હકિકત આધારે, હીરાપરા ગામ પાસે આવે ફલોરીમ કારખાનામાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા (૧) રાજીવસિંહ રઘુરાજસિંહ વિક્રમસિંહ રાજાવત (ઉ.વ.૪૬) રહે.હાલ હીરપર ફલોરીમ કારખાનાની સીકયુરીટીની ઓરડીમાં તા.ટંકારા જી.મોરબી મુળ ગામ મારકુવા તા.ગરોૈઢા જી.ઝાંસી (ઉતરપ્રદેશ)ને દેશી હાથ બનાવટની લોખંડની પીસ્તોલ નંગ-ર કિ.રૂા.૪૦,૦૦૦/- જીવતા કાર્ટીઝ નંગ-૧૧ કી.રૂા.૨૨૦૦ તથા મો.ફોન નંગ-૧ કી.૫,૦૦૦ મળી કુલ કી.રૂ.૪૭,૨૦૦નો મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
