તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 23rd October 2026
કેશોદ નજીક વાહન અકસ્માતમાં એક પ્રોૈઢનું મોતઃ એક યુવાનની હાલત ગંભીર
રાજકોટ સારવારમાં: બંનેની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૨૩: કેશોદ નજીક વાહન અકસ્માતમાં એક પ્રોૈઢ અને એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાંથી પ્રોૈઢનું મોત થયું છે. યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બંનેની ઓળખ મેળવવા કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ ગઇકાલે કેશોદમાં બાયપાસ નજીક અકસ્માતમાં ઇજા થયેલી હાલતમાં આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ અને આશરે ૩૫થી ૩૫ વર્ષનો યુવાન બેભાન, લોહીલુહાણ હાલતમાં મળતાં બંનેને જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતાં. અહિ અજાણ્યા પ્રોૈંઢનું મોત થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી. બંનેની ઓળખ મેળવવા અને અકસ્માત કેવી રીતે સર્જાયો? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
