<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

આજથી ત્રણ દિ' સુધી ગરમી થોડી ઘટશે

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૫: ગુજરાતમાં આપણે ભલે આકરી ગરમી અનુભવી રહયા છીએ પણ યુપી સહિત ઉતરના રાજ્‍યોમાં ગરમી બાદ પ્રિમોન્‍સૂન સમયમાં જે વરસાદી તાંડવ જોવા મળ્‍યું છે તેનાથી આપણે બાકાત છીએ.

ઉનાળો હવે અંત ભણી છે અને આ વેળા ચોમાસુ વહેલું દસ્‍તક દેશે તેવું વેધર એનાલીસિસ્‍ટ પરેશ ગોસ્‍વામી કહે છે.

બંગાળની ખાડીમાં ઉદભવેલી સીસ્‍ટમ લોપ્રશરમાંથી વેલમાર્ક લોપ્રેશરમાં તબદીલ થઈને થોડી મજબૂત બની છે. સ્‍કાયમેટના મહેશ પલાવત તથા બીબીસી ગુજરાતીના  વેધર મેન દિપક ચુડાસમાનું પણ એજ એનાલીસીસ છે કે આ સિસ્‍ટમ હવે વધુ મજબુત ન બની ને વિખેરાઇ જઇ શકે છે.

આઇએમડીનું પુર્વાનુમાન દર્શાવે છે કે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે ૧પ, ૧૬, અને ૧૭ મે સુધી ગુજરાતમાં ધીરે ધીરે ગરમીનું પ્રમાણ થોડું ઘટશે અર્થાત બે થી ચાર ડીગ્રી તાપમાન ઘટી શકવાની સંભાવના રહે છે.

(11:40 AM IST)