તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ટંકારામાં તસ્કરોનું કોમ્બીંગઃ પ મકાનોમાં ત્રાટકયા
તસ્કર બેલડી બાઇક ઉપર બે ખોફ આવી ચોરીને અંજામ આપી અંધારામાં ઓગળી ગયાઃ પોલીસ-હોમગાર્ડના નાઇટ પેટ્રોલીંગ સામે ઉઠયા ગંભીર સવાલો એક મકાનમાંથી ચાંદી-રોકડ મળતા ઉઠાવી ગયા અન્ય મકાનમાં કંઇ ન મળતા ખાલી હાથે ભાગવુ પડયુ

તસ્વીરમાં બન્ને તસ્કરો અને મકાનને નિશાન બનાવ્યું હતું તે નજરે પડે છે. (તસ્વીર : જયેશ ભટ્ટાસણા ટંકારા)
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૬ ટંકારા શહેરમાં સુરક્ષા અને સલામતીની સ્થિતિ સામે મોટો પ્રશ્નો ચિホ ઊભો કરતી ઘટના સામે આવી છે. સમગ્ર શહેરમાં જ્યાં પોલીસ મથક આવેલું છે અને ડી-સ્ટાફ, થાણા અધિકારી, હોમગાર્ડ તેમજ જી.આર.ડી. (GRD) જેવી વિવિધ સુરક્ષા એજન્સીઓનો ચુસ્ત બંદોબસ્ત હોવાનો દાવો કરવામાં આવે છે, તે જ શહેરમાં તસ્કરોએ કાયદાના રક્ષકોને ખુલ્લો પડકાર ફેંકયો છે. ટંકારામાં એક જ રાતમાં એકસાથે અનેક મકાનોને નિશાચરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પાસે અહીં આવેલા બે બંધ મકાનોના તાળા તોડી નિશાચરોએ ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ત્રણ હાટડી શેરીમાં પણ એક મકાન ને નિશાચરો એ નિશાન બનાવી ભારે નુકસાન કર્યુ છે. ડેરી નાકા પાસે આવેલ શ્રી બાલકળષ્ણ લાલજી મહારાજની હવેલી સામેનું એક મકાન તથા તેની નજીક આવેલું અન્ય એક મકાન પણ તસ્કરોનો ભોગ બન્યું હતું. એક મકાનમાંથી ચાંદી અને રોકડ હથ્થે ચડતા ઉઠાવી ગયા હતા , અન્ય મકાનમાં ખાલી હાથે ભાગવું પડ્યું આ ચોરીના બનાવમાં તસ્કરોને એક મકાનમાંથી-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરવામાં સફળતા મળી હતી. જ્યારે બાકીના ૪ મકાનોમાં ખાંખાખોળા કરવા છતાં કોઈ કિંમતી સામાન ન મળતા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું હતું. ચોરીનો ભોગ બનેલા મકાનમાલિકો પૈકી એક બે રાજકોટ અને એક મોરબી ખાતે રહે છે, જેમને ઘટના અંગે જાણ કરતા તાત્કાલિક ટંકારા પહોચ્યા હતા
શહેરમાં નાઇટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે, ત્યાં જ એકસાથે અનેક મકાનોના તાળા તૂટતા સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તસ્કર બેલડી નિશાચરો બાઈક પર બેખોફ આખા શહેરમાં ફટફટિયું લઈ ને ફર્યા અને ચોરીને અંજામ આપી અંધારામાં ઓગળી ગયા હતા છતાં સુરક્ષા માટે તૈનાત એક પણ જગ્યા એ કોઈ એ રોકયો કે ટોકયો નહી
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
