<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

એ છે સદ્‌ગુરૂ !

પૂ. મોરારીબાપુની કથામાંથી

-   જેમને જોતા જ લાગે કે બધાં શાષાો અવતરિત થઇ રહ્યા છે. રમત રમતમાં બધાં શાષાોને સમજાવી દે.

-   એમની સમજ એટલે ચાજ્ઞવલ્‍કય જોતા રહે, ભાવ એટલો કે વ્રજની ગોપી જોતી રહે, કર્મ એવાં કે સૂર્યનારાયણ પણ રોકાઇ જાય !

-   જેમની પાસે જવાથી, જેમની સાથે વાત કરવાથી તમારા મનમાં જે શંકાઓ છે તેનો જવાબ પૂછયા વિના મળવા માંડે.

-   જેમને તમારી પાસેથી ન કદી ધન જોઇએ, ન બડાઇ, ન સન્‍માન,

-   એ કદી તમારી પાસે કંઇ માંગે તો દિપાવલીનો ઉત્‍સવ મનાવજો ! તમારી પ્રસન્નતા માટે પ્‍યારથી, દુલારથી કંઇક કહે કે ૅઆ લાવ!ઁ તો સમજો કે તમારું ભાગ્‍ય ખુલ્‍યું !

-   જગતની ઝોળી ભરવાવાળો તારી પાસે કંઇક માંગી રહ્યો છે !

-   જેમની પ્રત્‍યેક ચેષ્ટા, રીત, કહેવાની પધ્‍ધતિ કેવળ સાધકોના કલ્‍યાણ માટે !

-   જેમના સંગમાં રહેવાથી ભીતરી પ્રસન્નતા બહુ રહે. શાંતિ ખૂબ મળે, જેનું સામીપ્‍ય બહુ ગમે. જેમના સંગમાં સ્‍મરણ પોતાની મેળે વધતુ રહે. લક્ષ તરફ સાઘકની ગતિ સ્‍વતઃ થવા માંડે. આંતરિક ગતિ વધે.

-   જેમનો સંગ, જેમનું દર્શન, જેમનું પ્રવચન (વાણી), જેમનું સ્‍મરણ તમને બુરાઇઓથી બચાવે, અંતઃકરણ વિશુધ્‍ધ કરે.

-   જેમને જોવાથી એમ લાગે છે કે એમના જેવું વિલક્ષણ, અલૌકિક આ સંસારમાં બીજું કોઇ નથી.

-   ભગવાન કેવા હશે એ ખબર નહિ, પણ એ છે બે હાથવાળા મારા પરમેશ્વર ! મારા ભગવાન ! કોઇની સાથે તુલના ન થઇ શકે એવા મૌલિક, નગદ છે.

-  આવા સદ્‌્‌ગુરૂ શિર સાટે મળે તોય જાણ જો કે એ સસ્‍તામાં મળ્‍યા છે !

સંકલન : અવની જુલન શાહ-એડવોકેટ, જામનગર

(4:12 PM IST)