News of Wednesday, 11th November 2026
જૂનાગઢની ધોરાજી ચોકડી નજીક મીનરવા ટાયરના કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો, ગણતરીની કલાકોમાં બે આરોપીઓને પકડી પાડતી જૂનાગઢ તાલુકા પોલીસ
ચોરીના ટાયર, સીસીટીવી ડીવીઆર, કારતૂસ સહિત રૂ. ૬,૫૨,૪૮૦નો મુદ્દામાલ કબ્જે, ચોરીમાં વપરાયેલ આઈશર બસ પણ જપ્ત

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૧ : જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધોરાજી ચોકડી નજીક મીનરવા ટાયરના કારખાનામાં થયેલ ચોરીના ગુનાનો ભેદ જૂનાગઢ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે, જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબની સૂચના મુજબ ના.પો.અધિ. જીવનગર સહિત જીલ્લામાં બનતા ચોરીના બનાવો બાબતે દાખલ થયેલ ગુનાઓને શોધી કાઢવા સૂચના થઈ આવેલ હોય જે અન્વયે જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પો.ઈન્સ. એસ.કે.દેસાઈ તથા પો.સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય, અને જૂનાગઢ તાલુકાના ધોરાજી ચોકડી નજીક મીનરવા ટાયરના કારખાનાની અલગ અલગ સાઈડના કુલ ટાયર નંગ-૨૬ કિ.રૂ. ૩,૨૫,૪૦૦/- ના તથા સી.સી.ટી.વી. ફુટેજનું ડી.વી.આર. કિ.રૂ. ૪૦૦૦/- નું તથા હથિયાર લાયસન્સની ઓરીજીનલ બુક તથા હથિયારના જીવતા કારતૂસ નંગ ૧૬ કિ.રૂ. ૨૨૮૦/- મળી કુલ કિ.રૂ. ૩,૨૫,૪૦૦/- ની ચોરી થયેલ હોવાની ફરિયાદ નોંધાયેલ હતી.
આ ગુનાની તપાસ દરમિયાન પોલીસ સ્ટાફના માણસો જૂનાગઢ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા બાતમી હકીકત મળેલ કે આ ચોરીનો ગુનો કરનાર આરોપીઓ હાલ ગાંધી ચોકમાં જયશ્રી રોડ ઉપર ચોરીમાં વપરાયેલ ટ્રાવેલ્સ સાથે હાજર છે જે હકીકત આધારે પો.સ્ટાફ સાથે ગાંધી ચોકમાં જયશ્રી રોડ ઉપર જઈ તપાસ કરતા આરોપીઓ મળી આવતા જેમને પૂછપરછ કરી પો.સ્ટે. ખાતે લઈ આવી અને તેમની સાથે ઝીણવટ પૂર્વક પૂછપરછ કરતા પોતે સદરહુ ગુનો કબુલ કરતા હતા અને આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ચોબારી ગામ ખાતે અલગ અલગ જગ્યાએ છુપાવેલાનું જણાવતા હોય જેથી સદર જગ્યા ઉપરથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કુલ કિ.રૂ. ૨,૫૨,૪૮૦/- તથા ચોરીમાં વપરાયેલ આઈશર કંપનીની બસ રજી નં. GJ-11-TT-4326 કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- એમ કુલ કિંમત રૂપિયા ૬,૫૨,૪૮૦/- ના હિરકર કરી આરોપીઓને પકડી ધોરણસર અટક કરવામાં આવેલ છે.
આરોપીઓ (૧) ફિરોજ ઉર્ફે લાલો કારમભાઈ અલ્લારખાભાઈ હાલા જાતે મુસ્લિમ ઉ.વ. ૩૩ ધંધો. ડ્રાઈવિંગ રહે. જૂની ચોબારી ગામ તા.જી. જૂનાગઢ મો.નં. ૮૪૨૪૮ ૯૦૬૯૬
(૨) સાહિલ ઉર્ફે બાપુ કુરેશભાઈ હાલા જાતે મુસ્લિમ ઉ.વ. ૩૦ ધંધો. ખેતી રહે. ચોબારી ગામ રામાપીરના મંદિરની પાસે તા.જી. જૂનાગઢ મો.નં. ૮૨૩૮૩ ૨૮૧૬૭.કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ(૧) અલગ અલગ સાઈઝના કુલ ટાયર નંગ-૨૬ કિ.રૂ. ૨,૪૫,૪૦૦/- ના તથા સી.સી.ટી.વી. ફુટેજનું ડી.વી.આર. કિ.રૂ. ૪૦૦૦/- નું તથા હથિયાર લાયસન્સની ઓરીજીનલ બુક તથા હથિયારના જીવતા કારતૂસ નંગ ૧૬ કિ.રૂ. ૨૨૮૦/- મળી કુલ કિ.રૂ. ૨,૫૨,૪૮૦/- તથા ચોરીમાં વપરાયેલ આઈશર કંપનીની બસ રજી નં. GJ-11-TT-4326 કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- એમ કુલ કિંમત રૂપિયા ૬,૫૨,૪૮૦/-
આ સારી કામગીરી પો.ઈન્સ. એસ.કે.દેસાઈ સાહેબ તથા પો.સબ.ઈન્સ એસ.કે.સોનરા તથા પોલીસ સ્ટાફ ના પો.હેડ.કોન્સ દેવેન્દ્રભાઈ ચાવડા તથા પ્રવીણભાઈ કાનાભાઈ તથા અનિરુદ્ધસિંહ વાંક પો.કોન્સ રમેશભાઈ કરેણીયા તથા વિપુલભાઈ બોઘરીયા તથા કરશનભાઈ ભારાઈ તથા અમરાભાઈ ભીલ તથા ગોવિંદભાઈ ભોવાનભાઈ તથા જસ્મીનભાઈ રૈયાભાઈ એ કરેલ છે.(તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
