તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
કચ્છના રાપરના વાજપેરના ગોડાઉનમાંથી થયેલ જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીઓની ધરપકડ:રૂ. 1.86 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે તપાસ દરમિયાન દિલીપ કોળી અને હિતેશ કોળીની ધરપકડ કરી: 250 કિલો જીરું, રોકડા રૂ. 80,000 અને એક પલ્સર બાઈક મળી કુલ રૂ. 1.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

કચ્છના રાપરના વજપેર ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી જીરુંની થયેલી ચોરીનો પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે તપાસ દરમિયાન દિલીપ કોળી અને હિતેશ કોળીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 250 કિલો જીરું, રોકડા રૂ. 80,000 અને એક પલ્સર બાઈક મળી કુલ રૂ. 1.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વજપેર ગામના ગોડાઉનમાંથી 18 બોરી જીરું ચોરાયાની ફરિયાદ બાદ રાપર પોલીસની ટીમે આ સફળ કામગીરી કરી છે
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
