News of Friday, 1st May 2026
પોરબંદરમાં લાખોના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયોઃ મુદામાલ સાથે આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧: વાઘેશ્વરી પ્લોટમાં રહેણાંક મકાનમાં સોનાના સાડા પાંચ તોલાના સોનાના દાગીના ૫.૫૦ લાખનો ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને આ ચોરીનો આરોપી આશીષ રાજુભાઇ મોરબીયાને પકડી લીધો છે.
કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પો.સ.ઇ. એ.એ. ડોડીયાનાઓ સાથે સર્વેલન્સ પો.સ્ટાફ તપાસ દરમ્યાન પો.હેડકોન્સ. ચેતન મોઢવાડીયા તથા સુખાભાઇ જાંબુચા તથા પો.કોન્સ. બલદેવ કારાવદરાએ ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી બાતમી આધારે શકમંદ ઇસમ ઉપરોકત ગુન્હાના કામે ચોરીમાં ગયેલ સોનાના દાગીના સાથે વી.જે. મોઢા કોલેજ સામે પક્ષી અભ્યારણ્યના ગેઇટ પાસે ઉભેલ હોય જેથી તપાસ કરતા આ ગુન્હામાં ચોરીમાં ગયેલ એક રૂદ્રાક્ષના પારાવાળી સોનાથી મઢેલી આશરે અઢી તોલાની માળા તથા ત્રણ તોલાનો સોનાનો ગણેશના પેડલવાળો ચેઇન એમ બંન્ને થઇ કુલ આશરે સાડા પાંચ તોલા સોનાના દાગીના સાથે આરોપીને પકડી પાડી અટક કરી આમ ઉપરોકત સોનાના સાડા પાંચ તોલાના કિ.રૂ.૫,૫૦,૦૦૦/-ના ચોરીના અનડીટેકટ ગુન્હાને ગણતરીના કલાકોમાં ડીટેકટ કરેલ છે.
સોનાના દાગીનાની ચોરીના આરોપીને પકડવા કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર આર.સી.કાનમિયા તથા સર્વેલન્સ પો.સ.ઇ. એ.એ. ડોડીયા તથા એ.એસ.આઇ. સી.એસ. તમખાને તથા સી.જી.મોઢવાડીયા તથા એસ.એમ.જાંબુચા તથા પો.કોન્સ. બલદેવ મેરૂભાઈ તથા લખુ નેભાભાઈ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
