તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
જુનાગઢના વૃધ્ધ દંપતિના ૧૭.૪૦ લાખના દાગીનાની ચોરીનો ભેદ ખુલ્યોઃ રૈયાધારનો અનિલ પકડાયો
મુસાફર બનીને ભાડેથી રિક્ષામાં બેસી જતો, ચોરી કરી ઉતરી જતો ચોરેલા દાગીનાનો ઢાળીયો બનાવડાવી વેંચવા નીકળ્યાની ક્રાઇમ બ્રાંચના સાગરભાઇ માવદીયા, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, તોૈફિકભાઇ જુણાચને બાતમી મળતાં પીએસઆઇ વી.ડી. રાવલીયા અને ટીમે પકડી લીધો ૧૭.૨૫ લાખનો ઢાળીયો અને ૧૫ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૭: જુનાગઢ રહેતું વૃધ્ધ દંપતિ રાજકટ દિકરાના ઘરે આવવા નીકળ્યુ ત્યારે ગોડલ રોડ ચોકડીએથી રિક્ષામાં બેસતાં તેમની સાથે અન્ય એક શખ્સ મુસાફર તરીકે બેઠો હતો. જે થોડે આગળ જઇ ઉતરી ગયો હતો. બાદમાં વૃધ્ધ દંપતિએ તપાસ કરતાં તેમના થેલામાંથી રૂા. ૧૭.૪૦ લાખના દાગીના ગાયબ હતાં. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી રૈયાધાર મફતીયાપરામાં શોૈચાલની બાજુમાં રહેતાં અનિલ રામાભાઇ સોલંકી (ઉ.વ.૨૪)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૧૭.૨૫ લાખનો સોનાનો ઢાળીયો અને રૂા. ૧૫ હજાર રોકડા કબ્જે કર્યો છે.
જાણવા મળ્યા મુજબ જૂનાગઢના વલ્લભનગરમાં રહેતા માલદેભાઈ રાવલીયા (ઉ.વ.૭૦) અને પત્નિ રેખાબેનરાવલીયા વીસેક દિવસ પહેલાં પુત્રને મળવા માટે રાજકોટ પહોંચી એસટી બસમાંથી ગોંડલ ચોકડીએ ઉતર્યા હતાં. ત્યાંથી પુષ્કરધામ મેઈન રોડ પર પ્રઘુમન રોયલ હાઈટ્સમાં રહેતા પુત્રના ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. ચાલકે રિક્ષા થોડે આગળથી એક પેસેન્જરને બેસાડયો હતો. તે એકદમ તેની બાજુમાં બેસી બેગ તેના થેલા ઉપર રાખી દીધી હતી. દરમિયાન તેની નજર ચૂકવી થેલામાંથી રૂા.૧૫ હજાર રોકડા અને & સોનાના દાગીના મળી કુલ રૂા.૧૭.૪૦ લાખની માલમત્તા ચોરી લીધા હતા.
આ ગુનાનો ભેદ ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાંચના સાગરભાઇ માવદીયા, યજુર્વેદસિંહ જાડેજા અને તોૈફિકભાઇ જુણાચને બાતમી મળી હતી કે રૈયાધારનો અનિલ સોનાનો ઢાળીયો વેંચવા નીકળ્યો છે. તેના આધારે તેને સકંજામાં લઇ તલાશી લેતાં ઢાળીયો અને રોકડ રકમ મળી આવી હતી. આકરી પુછતાછમાં તેણે ગુનો કબુલ્યો હતો. અગાઉ પણ તે પ્ર.નગર પોલીસમાં ચોરીના ગુનામાં પકડાયો હતો. તેણે વધુ ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. દીપકભાઇ ડાંગર, સાગરભાઇ માવદીયા, મુકેશભાઇ સબાડ, રવિભાઇ ગઢવી, સુભાષભાઇ ઘોઘારી, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. જીલુભાઇ ગરચર, તોૈફિકભાઇ જુણાચ અશ્વીનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
