તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ટંકારા ના મામલતદારના ભુજના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: ૩ ઝડપાયા, ૧ ફરાર
ભંગાર વેંચવાને બહાને રેકી કરી ચોરી કરતા હતા, અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : મોરબી જિલ્લાના ટંકારાના મામલતદાર પી. એન. ગોરના ભુજ સ્થિત બંધ મકાનમાં થયેલી રૂ.૨.૫૩ લાખની ચોરીનો ભેદ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ભુજના જૂની રાવલવાડી વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીમાં મામલતદારના બંધ મકાનમાંથી તસ્કરો રૂ. ૨૫,૦૦૦ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૨.૫૩ લાખની મત્તા ચોરી ગયા હતા. તસ્કરો ચોરી કરેલા ચાંદીના દાગીના ઓગાળીને તેની લગડી બનાવવા માટે સોનીની દુકાને પહોંચ્યા હોવાની એલસીબી પીઆઈ અશોક એમ. મકવાણાને ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડી ટોળકીને દબોચી લીધી હતી.પકડાયેલા આરોપીઓપોલીસે આ ગુનામાં સામેલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેઓ ભુજમાં ભંગારની ફેરી કરવાનું કામ કરે છે: ૧. રાહુલ મુકેશ દેવીપૂજક (રહે. ભુજ) ૨. આનંદ મુકેશ દેવીપૂજક (રાહુલનો સગો ભાઈ, રહે. ભુજ) ૩. સુનીલ કૈલાસ પટણી (પડોશમાં રહેતો સાગરીત) આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી રાહુલ પટણી (રહે. વડોદરા) હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ચોરીની મોડસ ઓપરેન્ડીઆરોપીઓ ભુજ શહેરમાં ભંગાર અને રાખડીઓ વેચવાની ફેરી કરતા હતા. ફેરી દરમિયાન તેમણે મામલતદારનું મકાન લાંબા સમયથી બંધ હોવાની રેકી કરી હતી અને ત્યારબાદ ચોરીના પ્લાનને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ અગાઉ પણ વડોદરા અને ભુજમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. કબ્જે કરાયેલો મુદ્દામાલપોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. ૧.૯૯ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂ. ૧.૩૫ લાખની કિંમતનો સોનાનો સેટ (બુટ્ટી સહિત) ચાંદીના ઘરેણાં ઓગાળીને બનાવેલી ૪૨,૦૦૦ની લગડી (૬૩૨.૭૦ ગ્રામ) ચોરીના કામમાં ઉપયોગમાં લેવાયેલા ઓજારો અને મોબાઈલ ફોનપકડાયેલા તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
