News of Thursday, 23rd July 2026
ખંભાળીયા હાઇવે પર આવેલ જીલાણી વેલ્ડીંગ શોપથી હનુમાનજીના મંદિર સુધીના રસ્તામાં ત્રણ માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રહેશે
વૈકલ્પિક વ્યવસ્થા માટે દ્વારકેશ દર્શન હાઉસ પ્લોટ નં ૯૧/૧ થઈ દ્વારકેશ દર્શન સોસાયટીમાં થઈ ખંભાળીયા બાયપાસ જવા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

જામનગર : દિપેશ કેડિયા, આઈ.એ.એસ., કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા આથી ધ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ-૨૩૬ ની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેર જનતાને આથી જાહેર નોટિસથી જાણ કરું છું કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં ખંભાળીયા હાઇવે પર આવેલ જીલાણી વેલ્ડીંગ શોપથી હનુમાનજીના મંદિર સુધીના રસ્તામાં ભુગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૪-૦૭-૨૦૨૬ થી તા.૨૩-૧૦-૨૦૨૬ એટલે કે, ૩(ત્રણ) માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવાનો હુકમ ફરમાવું છું. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ કલમ – ૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
(૧) ખંભાળીયા હાઈવે પર આવેલ જીલાણી વેલ્ડીંગ શોપથી હનુમાનજીના મંદિર સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે મહાદેવ મંદિરથી ગોવર્ધન ગ્રીન સોસાયટી થઇ ખંભાળીયા બાયપાસ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.
(૨) ખંભાળીયા હાઇવે પર આવેલ જીલાણી વેલ્ડીંગ શોપથી હનુમાનજીના મંદિર સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે દ્વારકેશ દર્શન હાઉસ પ્લોટ નં ૯૧/૧ થઈ દ્વારકેશ દર્શન સોસાયટીમાં થઈ ખંભાળીયા બાયપાસ જવા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
