તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 17th November 2026
અમરીશ ડેર, હીરાભાઈ સોલંકી ફરી ચૂંટણી લડે તેવી ભારે ચર્ચા

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૭: આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારને નવયુવાન ધારાસભ્ય મળે તેવી પૂરેપૂરી શકયતાઓ જોવા મળી રહી છે.
રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં વિધાનસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર ને ચૂંટણી લડાવે તેવી પૂરેપૂરી શકયતાઓ દેખાઈ રહી છે તો બીજી બાજુ રાજુલા જાફરાબાદના ધારાસભ્યો હીરાભાઈ સોલંકી પોતે જ ફરીવાર ધારાસભા ચૂંટણી લડે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
ચર્ચા મુજબ હીરાભાઈ સોલંકી ચાર વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે પ્રદેશ ભાજપ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં નવો ચહેરો અને કાર્યશીલ યુવાન અમરીશભાઇ ડેરને રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભાની ચૂંટણી લડાવે તેવી પૂરેપૂરી શકયતા ઓ જોવા મળે રહી છે.
ભારતીય જનતા પાર્ટી પોતાની સીટ જાણવી રાખવા માટે રાજુલા જાફરાબાદ વિસ્તાર માં સેવાકીય ક્ષેત્રે જબરૂ નામ ધરાવતા અમરીશભાઇ ડેર ને ભાજપ ઉમેદવાર બનાવે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે અમરીશભાઇ ડેર દરેક સમાજ ને સાથે રાખી ચાલનાર અને વિકાસ કર્યો માટે બહુ મોટું યોગદાન હોવા થી અમરેશભાઈ ડેર ને કોંગ્રેસ પક્ષ માંથી ભાજપ માં લાવવા માટે ના ખુબ જ પ્રયત્ન કરવા માં આવેલ છે.
કોંગ્રેસ માંથી ભાજપ માં લાવવા માટે પ્રયત્ન કરી અને ભાજપ માં ભેળવ્યા ત્યારે ભાજપે અને અમરીશભાઇ ડેર વચ્ચે કરાર કર્યા હશે ને? અમરીશભાઇ ડેરને રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના ભાજપના ઉમેદવાર બનાવવા માટે પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા ઓ તો ઈચ્છે છે પરંતુ તે વિધાનસભા મત વિસ્તારની જનતાની પણ માગણી છે એ રીતે રાજુલા જાફરાબાદ વિસ્તાર વિધાનસભા ના ભાજપ ઉમેદવાર બની ચૂંટણી લડે તેમાં મતદારો અને મોવડીઓ પણ સહમત છે એટલે સ્થાનિકથી મળી ઉચ્ચસ્તરે પણ પૂર્વ ધારાસભ્ય અમરીશભાઇ ડેરનો દબદબો છે અને રહેશે.
રાજુલા જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા ઓ એકેય સારા નથી અને અમુક ગામમાં એસ ટી બસની સુવિધા નથી ખેડૂતો માટે કોઈ સુવિધા નથી અને અનેક સમસ્યા મ્હો ફાડીને ઊભી જ છે તેવી અનેક બાબતોથી જનતા પરેશાની ભોગવી રહી હતી અને ભોગવે છે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
