<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

જુનાગઢના ગિરનારમાં દૂધ પરિક્રમા અટકાવવાના મુદ્દે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ

પોલીસ વિભાગ દ્વારા દૂધ લઈને પરિક્રમા કરવા પર પ્રતિબંધ મૂકાતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી

જુનાગઢના ગિરનારમાં દૂધ પરિક્રમા અટકાવવાના મુદ્દે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા દૂધ લઈને પરિક્રમા કરવા પર પ્રતિબંધ મૂકાતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. સાધુ-સંતોનું કહેવું છે કે સારા વરસાદ અને લોકોની સુખાકારી માટે વર્ષોથી દૂધ પરિક્રમા કરવામાં આવે છે, પરંતુ આ વખતે પરવાનગી ન મળતા શ્રદ્ધાળુઓમાં નારાજગી ફેલાઈ છે. કેટલાક લોકોએ માત્ર સનાતન ધર્મની પરંપરાઓ સામે જ કાયદાનો કડક અમલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

(6:43 PM IST)