તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
કચ્છના રાપરમાં સગીરાના ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે સંતોમાં ભારે રોષ :મહંત યોગી દેવનાથ બાપુએ નિષ્પક્ષ તપાસ અને કડક સજાની માંગણી કરી
તેમણે જણાવ્યું કે, આવી પ્રવૃત્તિઓ સમાજના તાણાવાણાને નુકસાન પહોંચાડે છે: તેમણે પોલીસ તંત્ર અને સરકાર પાસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની પૂરજોર માંગ કરી

કચ્છના રાપરમાં લવ જેહાદની ઘટનાને પગલે સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ સગીરાના ધર્મ પરિવર્તન મામલે ચિંતા વ્યક્ત કરી આ કેસની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે તેમજ જવાબદારોને કાયદા મુજબ સખત સજા કરવા જણાવ્યું છે.
મહંત યોગી દેવનાથ બાપુએ ખાસ કરીને આ કેસમાં ભોગ બનેલી સગીરાના ધર્મ પરિવર્તન મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ સમાજના તાણાવાણાને નુકસાન પહોંચાડે છે. આ સમગ્ર પ્રકરણ પાછળ કયા પરિબળો કામ કરી રહ્યા છે તેની સત્યતા બહાર લાવવા માટે તેમણે પોલીસ તંત્ર અને સરકાર પાસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની પૂરજોર માંગ કરી છે. બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કેસના તમામ પાસાઓની કોઈ પણ પક્ષપાત વિના નિષ્પક્ષ તપાસ થવી અનિવાર્ય છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
