તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
૪ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શકયતા નહિવત : ગરમી અને ઉકળાટ વધશે
બપોર પછી છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી શકયઃ ટંકારાના નાના ખીજડીયાના રમેશ બસિયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ તા.૨૯,સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ૪ ઓક્ટોબર સુધી ભારે કે જોરદાર વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશ પર સક્રિય બનેલી લો-પ્રેશર સિસ્ટમ હવે ધીમે-ધીમે નબળી પડી રહી છે અને તેની કોઈ પ્રત્યક્ષ અસર ગુજરાત પર થવાની શકયતા નથી. પરિણામે સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પવન થંભી જતાં નોંધપાત્ર વરસાદ જોવા મળશે નહીં. બપોર પછી છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી શકય.
હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)ના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં સર્જાતી અસ્થિરતા અને ભાદરવાના તડકાને કારણે બપોર પછી લોકલ ક્લાઉડ બની શકે છે. આના કારણે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ કે ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં આવી શકયતા વધુ રહેશે, જ્યારે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતા નહિવત છે.
આવતીકાલથી પવનની ગતિમાં ઘટાડો નોંધાશે અને મુખ્યત્વે ઉત્તર-પヘમિ અથવા પヘમિ દિશાનો પવન ફૂંકાશે. આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન ૩૩ થી ૩૬ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની શકયતા છે. પવનની ગતિ ઘટવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી ગરમી અને બફારા (ઉકળાટ)નું પ્રમાણ વધશે, જેથી ભાદરવા મહિનાના આકરા તડકાનો અનુભવ થશે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
