<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

વિકાસ કાર્યોની ગુણવતામાં કોઇ પણ પ્રકારની બાંધછોડ નહીં : મનસુખભાઇ

પોરબંદર જીલ્લા ગ્રામ્‍ય વિસ્‍તારની મુલાકાત લેતા કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાઃ સ્‍થાનીક પ્રશ્ને ખેતીની સ્‍થિતિ અને ખેડુતોની જરૂરીયાતો અને વિકાસ કાર્યોની ગ્રામ્‍યજનો સાથે ચર્ચા કરીઃ પ્રશ્નો જાણ્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: કેન્‍દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર જિલ્લામાં ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કરીને જણાવેલ કે, વિકાસકાર્યોની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ થવી જોઈએ નહીં. ડો.મનસુખભાઇએ ખેતી, સિંચાઈ અને જળસંગ્રહનાં કામો અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદર લોકસભા સાંસદ શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર જિલ્લાના બિલડી, ચોલિયાણા, ખીજદળ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે આત્‍મીયતાપૂર્વક સંવાદ સાધ્‍યો હતો. આ દરમિયાન તેમણે સ્‍થાનિક પ્રશ્નો, ખેતીની સ્‍થિતિ, ખેડૂતોની જરૂરિયાતો તથા વિસ્‍તારના વિકાસકાર્યો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી.

મંત્રી ડો. મનસુખભાઇએ બિલડી ગામ સ્‍થિત શ્રી બલાડ માતાજીના મંદિર અને ચોલિયાણા ગામ સ્‍થિત શ્રી રામેશ્વર મહાદેવના દર્શન કરી વિસ્‍તારની શાંતિ, સુખાકારી અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્‍યારબાદ તેમણે ગ્રામજનો સાથે મોસમના ઊભા પાક અને આગામી શિયાળુ પાક અંગે ચર્ચા કરી ખેડૂતો પાસેથી ખેતીની વર્તમાન સ્‍થિતિ અને ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોની જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી ડો.મનસુખભાઇએ સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્‍તારમાં ચાલી રહેલાં વિવિધ સિંચાઈનાં કામો તેમજ તળાવ ઊંડા કરવાની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કામગીરીની પ્રગતિ અને અમલીકરણની સમીક્ષા કરતાં મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્‍યું હતું કે, વિકાસકાર્યોની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ થવી જોઈએ નહીં. તમામ કામો નિર્ધારિત ગુણવત્તાનાં ધોરણો અનુસાર થાય અને કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિヘતિ કરવા તેમણે સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક સૂચના આપી હતી.

મંત્રી ડો.મસુખભાઇએ ગ્રામજનોના વિવિધ પ્રશ્નો સાંભળી તેના યોગ્‍ય નિરાકરણ માટે સ્‍થળ પરજ હકારાત્‍મક નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી અને સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને સબસિડીની જોગવાઈઓ અંગે જાણકારી આપી હતી. ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે અને ખેતીને લગતા પ્રશ્નોનું યોગ્‍ય નિરાકરણ આવે તે દિશામાં તેમણે ચર્ચા કરી હતી.

ગ્રામ્‍યજનો સાથે ચર્ચામાં ડો. મનસુખભાઇ સાથે  જિલ્લા પંચાયત  પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, કુતિયાણા પ્રાંત અધિકારી શ્રીમતી નેહા સોજીત્રા, કુતિયાણા મામલતદાર શ્રી બી. આર. સુમરા, રાણાવાવ મામલતદાર શ્રી હર્ષદ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી વિમલભાઈ કગથરા, જિલ્લા મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ઓડેદરા, પૂર્વ કુતિયાણા નગરપાલિકા પ્રમુખ શ્રી ઢેલીબેન ઓડેદરા, અગ્રણી શ્રી ભરતભાઈ ઓડેદરા, લીલાભાઈ રાવલીયા સહિત બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર લોકસભાના સાંસદ શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાનાં સાજણાવારા નેસ, હનુમાનગઢ, રાણા ખીરસરા, રાણા કંડોરણા અને વાળોત્રા ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે આત્‍મીય સંવાદ સાધ્‍યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોના સ્‍થાનિક પ્રશ્નો, વિવિધ રજૂઆતો તથા વિસ્‍તારના વિકાસકાર્યો અંગે ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્‍યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન બરડા ડુંગરના નેસ વિસ્‍તારમાં વસવાટ કરતા માલધારી પરિવારોની મુલાકાત વખતે તેમની સમસ્‍યાઓનો નજીકથી પરિચય થયો હતો. માલધારી પરિવારોની મુશ્‍કેલીઓનું નિરાકરણ આવે અને તેમને વધુ સુવિધાયુક્‍ત જીવન મળી રહે તે માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા હતા

(11:52 AM IST)