<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ભાવનગરના બોરતળાવ ખાતે હજારો નગરજનોએ દીવડા પ્રગટાવ્‍યા

કળષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ શ્રી સ્‍થાપનાથ મહાદેવ મંદિરમાં આરતી કરી વડાપ્રધાનના સ્‍વાસ્‍થ્‍ય અને દીર્ઘાયુષ્‍ય માટે પ્રાર્થના કરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૮ :..  ભાવનગર શહેરના બોરતળાવ ખાતે વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે  ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કળષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ શ્રી સ્‍થાપનાથ મહાદેવ મંદિરમાં મહાદેવની આરતી ઉતારી વડાપ્રધાનશ્રીના સારા સ્‍વાસ્‍થ્‍ય, દીર્ઘાયુષ્‍ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે હજારો ભાવેણાવાસીઓએ દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

 આ પ્રસંગે બોરતળાવ ખાતે મા નર્મદાના પવિત્ર જળના વધામણાં પણ કરવામાં આવ્‍યાં હતાં.

તેમણે ભાવનગરની જનતાનો આભાર વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે શહેરની શેરીઓ, ગલીઓ, વોર્ડ અને બોરતળાવ ખાતે ભાવેણાવાસીઓએ જે ઉત્‍સાહ અને લાગણી સાથે વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસની ઉજવણી કરી છે તે અભિનંદનીય છે. હજારો નાગરિકોએ આશીર્વાદના દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીના સારા સ્‍વાસ્‍થ્‍ય અને દીર્ઘાયુષ્‍ય માટે પ્રાર્થના કરી છે.

મંત્રીશ્રીએ ભગવાન મહાદેવ અને મા નર્મદાને પ્રાર્થના કરી હતી કે વડાપ્રધાનશ્રીને સારું સ્‍વાસ્‍થ્‍ય, દીર્ઘાયુષ્‍ય અને દેશસેવા માટે સતત શક્‍તિ પ્રાપ્ત થાય તથા તેમના નેતળત્‍વમાં ભારત વિશ્વગુરુના સ્‍થાને પહોંચે.

બોરતળાવ ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભાવેણાવાસીઓએ દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીના સ્‍વાસ્‍થ્‍ય, દીર્ઘાયુષ્‍ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ભક્‍તિભાવ અને ઉત્‍સાહ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરજનોએ વડાપ્રધાનશ્રી પ્રત્‍યેની પોતાની લાગણી અને શુભેચ્‍છાઓ વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે ભાવનગર મ્‍યુનિસિપલ કમિશનર  ડો. એન. કે. મીના, રેન્‍જ આઈ.જી.  રાજેન્‍દ્ર અસારી સહિત ઉચ્‍ચ અધિકારીઓ-પદાધિકારીઓ અને મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:57 AM IST)