તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 26th October 2026
વાંકાનેરના આણંદપરમાં ત્રણ ભાઇઓ પર હીચકારો હુમલોઃ એકનો હાથ ભાંગી ગયો
છોકરો હોન્ડા લઇ નીકળ્યો ત્યારે ખાટલાને અડી જતાં બખેડો : છરી-ચાકાનો ધંધો કરતાં કુકાભાઇ, મનસુખભાઇ, ઘુઘાભાઇ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: વાંકાનેરના આણંદપરમાં રહેતાં અને છરી ચાકા વેંચવાનો ધંધો કરતાં ત્રણ સરાણીયા ભાઇઓ પર તેના જ સમાજના શખસોએ ધોકા-પાઇપથી હુમલો કરી ત્રણેયને ઇજાઓ પહોંચાડતા ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં એક ભાઇનો હાથ ભાંગી ગયો છે. છોકરાનું મોટરસાઇકલ ખાટલાને અડી જતાં આ ડખ્ખો થયો હતો.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના આણંદપરમાં રહેતાં અને રાજકોટ પુનીતનગર પાસે ઝૂપડુ રાખી છરી-ચાકા બનાવવાનો, સજાવવાનો ધંધો કરતાં કુકાભાઇ તખુભાઇ પરમાર (ઉ.વ.૪૫), તેના ભાઇઓ મનસુખભાઇ તખુભાઇ પરમાર (ઉ.વ.૫૦) અને ઘુઘાભાઇ તખુભાઇ પરમાર (ઉ.વ.૪૦) પર આણંદપર ગામે હતાં ત્યારે તેના જ જ્ઞાતિા શૈલેષ, અજય, રાહુલ સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરતાં વાંકાનેર, મોરબી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. જેમાં કુકાભાઇનો એક હાથ ભાંગી ગયો છે.
મનસુખભાઇએ કહ્યું હતું કે મારો ભત્રીજો હોન્ડા લઇને નીકળ્યો ત્યારે સામેવાળા શૈલેષનો ખાટલો બહાર હોઇ તેમાં હોન્ડા અડી જતાં મારા ભત્રીજા સાથે તેણે માથાકુટ કરી હતી. આથી હું, મારા ભાઇઓ તેને છોકરા સાથે આવી માથાકુટ ન કરાય તે અંગે સમજાવવા જતાં ધોકા-પાઇપના ઘા કરી લીધા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
