તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Tuesday, 14th July 2026
અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહોના આંટાફેરાથી ગામજનોમાં ફફડાટ વધવા લાગ્યો
મોટા આગરિયા ગામે શ્વાન-સિંહ અને આખલાની લડાઈના ફિલ્મી દૃશ્યો સર્જાયા:સિંહો શિકારની શોધમાં આખલા અને શ્વાન પાછળ દોડ્યા પરંતુ શિકાર માટે સફળતા ન મળી.

અમરેલી જિલ્લામાં હવે સિંહોના આંટાફેરાથી ફફડાટ વધવા લાગ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં સિંહો દ્વારા માનવોના શિકારની એક બાદ એક ઘટના સામે આવતા હવે સિંહોને લઈને ફફડાટ ફેલાયો છે. ગત રાત્રે રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડ્યા હતા. જેના દૃશ્યો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મોટા આગરિયા ગામે એકસાથે ત્રણ સિંહો શિકારની શોધમાં આવ્યા હતા આ દરમિયાન સિંહોએ એક શ્વાન અને આખલા પાછળ દોટ મુકી હતી. જો કે શ્વાન દોટ મુકીને ભાગી છુટતા સિહો શિકાર વગર જ પાછા ફર્યા હતા.
ગત રાત્રે મોટા આગરિયા ગામે શ્વાન-સિંહ અને આખલાની લડાઈના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જ્યાં સિંહો શિકારની શોધમાં આખલા અને શ્વાન પાછળ દોડ્યા પરંતુ શિકાર માટે સફળતા ન મળી. સિંહ પાછળ પડ્યો હોવા છતા શ્વાન જીવ બચાવવા માટે દોટ લગાવી હતી અને અંતે ભાગી છૂટતા જીવ બચી ગયો હતો.
સિંહના શિકારથી બચી જવાના શ્વાનના આ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમા ત્રણેય સિંહ શિકાર માટે ગામની બજારોમાં ફરતા જોવા મળ્યા હતા પરંતુ કોઈ શિકાર મળ્યો ન હતો. આ દૃશ્યો સામે આવ્યા બાદ આગરિયા ગામના લોકોમાં ભયનું મોજુ ફેલાયુ છે અને નાઈટ વનવિભાગ સામે નાઈટ પેટ્રોલિંગ વધારવા માટેની માગ કરી છે. જો કે સિંહ જંગલ વિસ્તાર છોડી રેવન્યુમાં આવી જવાની આ પહેલી ઘટના નથી પરંતુ છેલ્લા થોડા દિવસોમાં સિંહો દ્વારા માનવીઓ પર હુમલાને જોતા હવે લોકોમાં ભયનું વાતાવરણ છે અને બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
