<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

અમરેલીના રેલવે પાટા ઉપર ત્રણ સિંહોના જીવ બચ્યા : મહુવા–સુરત એક્સપ્રેસના ચાલકોએ સમયસર ઇમરજન્સી બ્રેક મારી મોટી દુર્ઘટના ટાળી

કિલોમીટર ૫૩/૮ નજીક પાટા ઉપર ત્રણ સિંહો જોયા તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી:વન વિભાગના ટ્રેકર રાહુલભાઈએ સિંહોને સુરક્ષિત રીતે દૂર કર્યા

અમરેલી: પીપાવાવ–સાવરકુંડલા–લીલીયા મોટા રેલવે વિભાગમાં મહુવા–સુરત એક્સપ્રેસના ચાલકોની સતર્કતાથી ત્રણ એશિયાઈ સિંહોના જીવ બચ્યા હતા. 

ગત ૨૦ નવેમ્બરે ટ્રેન નંબર ૧૯૨૫૬ના લોકો પાઇલટ રાકેશ બી. મારુ અને વરિષ્ઠ સહાયક પ્રકાશચંદ મીણાએ કિલોમીટર ૫૩/૮ નજીક પાટા ઉપર ત્રણ સિંહો જોયા હતા. તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. 

ત્યારબાદ વન વિભાગના ટ્રેકર રાહુલભાઈએ સિંહોને સુરક્ષિત રીતે દૂર કર્યા હતા. રેલવેના જણાવ્યા પ્રમાણે ૨૦૨૪–૨૫માં ૧૫૯, ૨૦૨૫–૨૬માં ૧૨૯ અને ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી અત્યાર સુધી ૧૧૪ સિંહોને સંભવિત રેલવે અકસ્માતોથી બચાવવામાં આવ્યા છે. 

 

(9:55 PM IST)