<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

કાલાવાડ- લાલપુર પંથકમાં થયેલ પવનચક્કીના વાયર ચોરીના ગુન્‍હામાં ત્રણ ઇસમો ઝડપાઇ ગયા

 

જામનગર તા.૧: દિગ્‍વિજય પ્‍લોટ ૪૯ શંકટ ટેકરી રામ સાયકલ સ્‍ટોર ની બાજુમાં રહેતા આરોપી ભરતભાઈ હરસુખભાઈ ચૌહાણના કબ્‍જાના મકાન માંથી કાલાવડ રૂરલ તથા લાલપુર પો.સ્‍ટે. વિસ્‍તારમા આવેલ પવનચકકીના ટાવરમા ફીટ કરેલ ટીસી ના અથીંગ કોપર કેબલ વાયરની ચોરી કરી મેળવેલ કોપર વાયર ૧૪૬ મીટર કિ.રૂ.૮૭,૬૦૦/-તથા ગુનો કરવામા ઉપયોગ કરેલ બે મો.સા. કિ.રૂ. ૭૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા તણી, ડીસમીસ મળી કુલ રૂ. ૧,૭૭,૬૬૦/- ના મુદામાલ સાથે પકડાયેલ આરોપીઓ (૧) હાજીભાઈ સ/ઓ આદમભાઈ મુસાભાઇ ખફી સુમરા ઉંમર-વર્ષ-૩૦ ધંધો મજૂરી રહેવાસી મસીતીયા ગામ માઇશાબની દર્ગા ની બાજુમાં જુના કબ્રસ્‍તાનની બાજુમા (૨) ઈરફાનભાઈ સ/ઓ અબ્‍બાસભાઈ જુસબભાઈ ખફી સુમરા ધંધો મજૂરી રહેવાસી મતિયાગામ મોબાઈલ ફોનના ટાવરની બાજુમાં (૩) ભરતભાઈ સ/ઓ હરસુખભાઈ જગુભાઈ ચૌહાણ દેવીપુજક  જયારે (૧) ભાણજી ઉર્ફ ભરત ભાનુશાળી રહે.વિશ્રામવાળી જામનગર (૨) હરેશ ભાનુશાળી રહે.જામનગર છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા,ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે

(10:35 AM IST)