તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
મોરબી-માળિયામાં અપમૃત્યુના બનાવોમાં બે મહિલા સહીત ત્રણના મોત.
મોરબીના કોયલી ગામે વાડીએ બેભાન થયેલી મહિલાનું મોત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કોયલી ગામની સીમમાં ૫૦ વર્ષીય મહિલા વાડીએ બેભાન થઇ હતી અને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લાવતા ડોકટરે મરણ ગયેલ જાહેર કર્યા હતા.
મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે વાડીએ રહીને કામ કરતા સુમિતાબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.૫૦) નામની મહિલા રાત્રીના નવ વાગ્યા આસપાસ વાડીએ કોઈ કારણોસર બેભાન થઇ જતા મોત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
માળિયાના ખાખરેચી ગામની સીમમાં ઝેરી દવા પી પરિણીતાનો આપઘાત.
ખાખરેચી ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતી શ્રમિક પરિણીતાએ વાડીએ જંતુનાશક દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં પરિણીતાનું મોત થયું છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
