<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ધોરાજીનાં સૂપેડી ગામે મુરલી મનોહર મંદિરની ગાદી મહંત રવીદાસ બાપુને સોંપવા ભાવિકોની લોક માંગ ઉઠી

સુપેડી સરપંચના વિરોધમાં સાધુ સમાજ ભેગો થયો: સુપેડી મુરલી મનોહર મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું

( કિશોરભાઈ રાઠોડ દ્વારા ) ધોરાજી :ધોરાજીના સુપેડી ગામમાં આવેલા પ્રાચીન અને લક્ષિત સ્મારક તરીકે ગુજરાત સરકારે મુકેલા મુરલી મનોહર મંદિરે ખાતે મહંત તરીકે રવીદાસ બાપુ  વિરોધમાં સુબેરીના સરપંચે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી સમયમાં વિરોધ ઉઠાવ્યો હતો અને બાપુ રવિદાસ બાપુ મંદિર છોડીને અજાણ્યા સ્થળે જતા રહ્યા હતા બાદ સમગ્ર ગુજરાતના સાધુ સમાજમાં આ બાબતની નોંધ લેવાતા અને મંદિર બચાવો અભિયાન ઉપાડતા સુપેડી મુરલી મનોહર મંદિર ખાતે મોટી સંખ્યામાં સેવક ગણ ઉમટી પડ્યા હતા
મહંત શ્રી રવિદાસ બાપુને રાખવા મામલે ભાવિકો,સાધૂ સતો ઉમટી પડતાં માહોલ ગરમાયો હતો
 ધોરાજી તાલુકા પોલીસ સ્ટાફે મંદિર ખાતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
ધોરાજી નાં સૂપેડી ગામે મૂરલી મનોહર મંદિર ખાતે સરપંચ  વિગેરે દ્વારા પૂજારી પદેથી હટાવવામાં આવેલા મહંત રવિદાસ બાપુને ફરીથી ગાદી પર બેસાડવાની માંગ સાથે ભાવિકો  સાધુ-સંતો એકઠા થતાં માહોલ ગરમાયો છે ધોરાજી તાલુકા પોલીસ મથક નાં પીઆઈ ઠાકોર સહિત નાં પોલીસ અધિકારીઓ સ્ટાફ દોડી જઇ ને કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
ધોરાજી નાં સૂપેડી મૂરલી મનોહર મંદિર નાં મહંત રવીદાસ બાપુ ને મહંત તરીકે બેસાડવા ભાવિકો સૂપેડી મૂરલી મનોહર મંદિર ખાતે ઉમટી પડતાં માહોલ ગરમ બન્યો હતો રવીદાસ બાપુ સહિતના સાધૂ સતો ભાવિકો ધોરાજી તાલુકા પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા
મૂરલી મનોહર મંદિર મામલે સૂપેડી ખાતે ગામજનો ભેગાં થયાં હતાં પોલીસે સૂપેડી ગામે કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી મહંત રવિદાસ બાપુને પોલીસ બંદોબસ્ત હેઠળ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી

(9:39 PM IST)