તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા જીગ્નેશ દેસાઈ સાથે સોશિયલ મીડિયા મારફતે ₹40.85 લાખની છેતરપિંડી
સોનલ ઝાલા નામના ફેસબુક એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળ્યા બાદ યુવકની એક મહિલા સાથે વાતચીત :મહિલાએ માતાની સારવાર અને પારિવારિક જમીનના વેચાણ સહિતનાં કારણો જણાવી અલગ-અલગ સમયે નાણાં મેળવ્યાં

ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા જીગ્નેશ દેસાઈ સાથે સોશિયલ મીડિયા મારફતે ₹40.85 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદ મુજબ, 12 એપ્રિલે સોનલ ઝાલા નામના ફેસબુક એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળ્યા બાદ યુવકની એક મહિલા સાથે વાતચીત શરૂ થઈ હતી. મહિલાએ માતાની સારવાર અને પારિવારિક જમીનના વેચાણ સહિતનાં કારણો જણાવી અલગ-અલગ સમયે નાણાં મેળવ્યાં હતાં. એપ્રિલથી જુલાઈ દરમિયાન વિવિધ બેંક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરાવાયાં હતાં. કુલ ₹45.95 લાખમાંથી ₹5.10 લાખ પરત મળ્યા હતા. બાકીના ₹40.85 લાખ ન મળતાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
