<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

કેશોદ પાસે કાળ ત્રાટકયોઃ રઘુવંશી પરિવારોના ડેનિશ દિવરાણીયા, ઝલક મશરૂ અને નંદની પોપટનાં આગમાં ભડથું થઈ જતાં કરુણ મોત

ક્રિશ્‍ના ચુડાસમાનો ચમત્‍કારીક બચાવઃ આગળનો કાચ તૂટતાં ક્રિશ્‍ના બહાર ફંગોળાઈ ગઈઃ ત્રણ મિત્રોને બહાર નીકળવાની તક પણ ન મળીઃ જૂનાગઢથી માધવપુર જતી સ્‍વીફટ કાર ખમીદાણા ધાર પાસે પથ્‍થર સાથે અથડાઈ અગનગોળો બનીઃ પરિવારજનોના હૈયાફાટ રુદન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક રવિવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્‍વાર માર્ગ અકસ્‍માતમાં જૂનાગઢના ત્રણ યુવાનોનાં કરુણ મોત નીપજતાં રઘુવંશી પરિવારો સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી લાલ રંગની સ્‍વીફ્‌ટ કાર ચર ગામથી બાલાગામ જતા માર્ગ પર ખમીદાણા ધાર પાસે પથ્‍થર સાથે ધડાકાભેર અથડાતાં કારમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર બે યુવકો અને એક યુવતી જીવતા ભૂંજાઈ ગયાં હતાં, જ્‍યારે આગળની સીટ પર બેઠેલી અન્‍ય યુવતી કારમાંથી બહાર ફંગોળાઈ જતાં તેનો જીવ બચી ગયો હતો.

કાર ખમીદાણા ધાર નજીક પહોંચતાં ચાલકે કાબૂ ગુમાવ્‍યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે. કાર માર્ગ પરના પથ્‍થર સાથે જોરદાર અથડાઈ હતી અને અકસ્‍માત બાદ તેમાં ભીષણ આગ લાગી હતી. ટક્કરના કારણે કાર હવામાં ફંગોળાતાં આગળનો કાચ તૂટી ગયો હતો. આ દરમિયાન આગળની સીટ પર બેઠેલી ક્રિશ્‍નાબેન ચુડાસમા કારની બહાર ફંગોળાઈ ગઈ હતી. આ રીતે તેમનો જીવ બચી ગયો હતો, જોકે તેમને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યાં હતાં.

બીજી તરફ કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે ડેનિશ દિવરાણીયા, ઝલક મશરૂ અને નંદની પોપટને બહાર નીકળવાની તક મળી નહોતી. ત્રણેય આગની લપેટમાં આવી જતાં તેમનાં ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્‍યાં હતાં. અકસ્‍માતમાં કાર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી.

આ ગોઝારી ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્‍યા હતા. તાત્‍કાલિક ૧૧૨ પોલીસ હેલ્‍પલાઇન, ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ અને કેશોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કેશોદ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ. ડી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એમ. ડી. મકવાણા પોલીસ કાફલા સાથે ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. ત્‍યારબાદ ત્રણેય મળતદેહો તથા ઈજાગ્રસ્‍ત ક્રિ‘ાબેનને કેશોદ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યાં હતાં.

અકસ્‍મતમાં ત્રણ મિત્રોનાં મોત થયાના સમાચાર મળતાં જ જૂનાગઢથી તેમના પરિવારજનો અને સગાંસંબંધીઓ કેશોદ સિવિલ હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા. સ્‍વજનોના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો. યુવાન વયે ત્રણ જિંદગીઓનો કરુણ અંત આવતાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું.

આ બનાવ અંગે મળત્‍યુ પામેલા ઝલકભાઈના પિતા સંજયભાઈ બાલુભાઈ મશરૂ (ઉં.વ. ૪૫, રહે. જૂનાગઢ)એ કેશોદ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે મળતક કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એમ. ડી. મકવાણા ચલાવી રહ્યા છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:11 PM IST)