તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
જસદણમાં ટીનાબેન કટકીયાએ ફિનાઇલ પીધું: પાડોશી હેરાન કરતાં હોવાનો આક્ષેપ
બીજા બનાવમાં સોમલપરમાં પતિએ ઠપકો દેતાં આરતીબેને ઝેર પીધું

રાજકોટ તા. ૫: જસદણના વડલા વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. પોતે જે મકાનમાં રહે છે ત્યાંના ભાડુઆત તેમજ બીજા લોકો દ્વારા જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હેરાન કરવામાં આવતાં હોઇ આ પગલુ ભર્યાનો આક્ષેપ કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ જસદણમાં રહેતી ટીનાબેન યોગેશભાઇ કટકીયા (ઉ.વ.૨૪)એ રાતે ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. તેણીના લગ્ન છ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરો છે. પતિ યોગેશ ડ્રાઇવીંગ કરે છે. તેણે જણાવ્યું હતું કે પોતે પ્રજાપતિ છે અને તેની પત્નિ અનુસુચીત જ્ઞાતિના છે. બંનેએ લવમેરેજ કર્યા છે. હાલમાં એક વર્ષથી ભાડેથી રહે છે. અન્ય ભાડુઆત સહિતના લોકોને પત્નિની જ્ઞાતિની ખબર પડતાં માથાકુટ કરતાં હોઇ અને બોલબોલ કરતાં હોઇ કંટાળી જતાં તેની પત્નિ ફિનાઇલ પી ગઇ હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં વિંછીયાના સોમલપર ગામે રહેતી આરતીબેન દેવરાજભાઇ મોરી (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ રાતે અગીયારેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આરતીબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ત્રણ વર્ષની દિકરી છે. રાતે દિકરી રડતી હોઇ તે બાબતે પતિએ તેને ઠપકો આપતાં માઠુ લાગતાં આ પગલુ ભર્યુ હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
