તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કર્યો : રૂ.3 લાખની સામે રૂ.4.5 લાખ ચૂકવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી
-- સ્યુસાઈડ નોટમાં વલ્લભ કાસેલા, લક્ષ્મણ ચાવડા અને રતા ભરવાડનાં નામનો ઉલ્લેખ: મૃતકની મિલકતના દસ્તાવેજો પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ

રાજકોટના જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવકે રૂ.3 લાખની સામે રૂ.4.5 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકે આપઘાત કરતા પહેલાં લખેલી સ્યુસાઈડ નોટમાં વલ્લભ કાસેલા, લક્ષ્મણ ચાવડા અને રતા ભરવાડનાં નામનો ઉલ્લેખ કર્યો છે.
પરિવારજનોના આક્ષેપ મુજબ, આ શખ્સો વારંવાર ઉઘરાણી માટે ધમકીઓ આપતા હતા અને યુવક સાથે મારપીટ પણ કરતા હતા. એટલું જ નહીં, મૃતકની મિલકતના દસ્તાવેજો પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી સાથે રોષ ફેલાયો છે. પરિવારજનોએ જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ આક્ષેપોની સત્યતા સ્પષ્ટ થશે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
