<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જુનાગઢના રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા એએસઆઇ શિવલાલભાઇ જોષીની આજે ૧૬મી પુણ્‍યતિથી

જુનાગઢના ‘‘અકિલા''ના બ્‍યુરો ચીફ વિનુભાઇ જોષીના પિતાશ્રીને ધારાસભ્‍ય, મેયર, સંતો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ

જુનાગઢ, તા.૧: જુનાગઢ ‘અકિલા'ના પ્રતિનિધી વિનુભાઈ જોષીના પિતાજી શિવલાલભાઈ કરશનજી જોષીની આજે ૧૬મી પુણ્‍યતિથી છે.

૧૯૯૧ની સાલમાં સૌરાષ્‍ટ્રના એકમાત્ર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા શિવલાલભાઈ જોષીને ૪૨માં પ્રજાસતાકદીન નિમિતે ભારતનાં રાષ્‍ટ્રપતિશ્રી આર વેંકટરામ દ્વારા સનિષ્ઠ અને સાહસિકતાપૂર્ણ પ્રસંશનીય પોલીસ સેવા બદલ રાષ્‍ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો હતો.

અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના રામપુર (તોરી) ગામના મૂળ વતની એવા શ્રી જોષી તા.૧૩મી જુલાઈ ૧૯૫૦ના રોજ જુનાગઢ જીલ્લામાં કોન્‍સટેબલ તરીકે ભરતી થયેલ તેઓ પોરબંદર રાજકોટ (સીઆઈડી) બાટવા વિસાવદર સરસઈ (આઉટપોસ્‍ટ) વેરાવળ શહેરમાં કરજ બજાવી હતી અને વેરાવળમાં અચાનક કોમી રમખાણો ફાટી નિકળતા ત્‍યારે શ્રી જોષીની યશસ્‍વી ફરજની કદર કરી તત્‍કાલીન ડીએસપી શ્રીસિંધ એ સ્‍પેશ્‍યલ પ્રમોશન આપ્‍યુ હતું.

ત્‍યારબાદ ૧૯૬૪થી તેમને લોકલ ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ પર મુકયા હતા જયા તેમણે ૧૯૭૨ સુધી હિંમતપૂર્વક ફરજ અદા કરી હતી તે દરમ્‍યાન વણઉકેલ રહેલા ખુન કેસોના આરોપીઓને પકડવા તરખાટ મચાવતી ઘરફોડ ચોરી કરતી તસ્‍કર ગેંગ પકડી વર્ષોથી ફરાર બનેલા આરોપીઓને શોધી કાઢવાની યશાવી ફરજ બજાવી હતી.

૧૯૭૨માં શ્રી જોષીને સરસઈ પોલીસ મથકમાં ખાસ મુકવામાં આવ્‍યા અને તે વખતે સૌરાષ્‍ટ્રના ડીઆઈજી મજબુતસિંહ જાડેજાએ તેમને પોરબંદરના નામીચા શખ્‍સ કાના અભુ વાઘેર જે ત્રણ ખુનમાં ૨૨ વર્ષથી ફરાર હતો તેને પકડવાની કપરી ફરજ સોંપતા શ્રી જોષીએ પાવાગઢના બોડેલી ગામેથી જીવન જોખમે ઝડપી લીધો હતો.

આ ગુન્‍હેગાર એ શ્રી જોષી પર છરી વડે હુમલાનો પ્રયાસ કરેલો આ કાના અભુની તે વખતે પોરબંદરમાં હાક હતી તે બિનહરીફ ગેંગ લીડર હતો પોલીસ અધિકારીઓ સામે ગોળીબાર કરતો હતો. આ ગુનેગાર મહારાષ્‍ટ્રમાં ખુન કરી ચુકયો હતો શ્રી શિવલાલ જોષી ૧૯૮૩માં ક્રાઇમ બ્રાન્‍ચમાં ફરજ બજાવી ચુકયા છે અને પ્રશંસનીય જીવના જોખમે કામગીરી કરવા બદલ ઇનામોની સંખ્‍યામાં બેવડી સદી ફટકારી ચુકયા છે. વિવિધ સ્‍થળોએ વરસો પડેલા ગુન્‍હા કરી નાશી છુટેલા ગુન્‍હેગારો પાસા ગુડાધારા હેઠળ અસામાજીક તત્‍વોની ધરપકડો દારૂ જુગારના દરોડા ઝુંબેશ આંતરરાજય ગુનેગારો ઘરફોડ લુંટ જેવા ગુન્‍હાઓનો ભેદ ખોલવા રીઢા ગુન્‍હેગારોને ઝડપી લેવા ભેદ ઉકેલવા જેવી મહત્‍વની કામગીરી તેઓએ બજાવેલ.

શ્રી શિવલાલ જોષીને જે તે વખતે ભારત સરકારે રાષ્‍ટ્રપતિ ચંદ્રકથી નવાજતા સ્‍પે.આઈજીપીશ્રી કનુ પિલ્લાઈ ઉ-આઈજી ભાર્ગવ કલેકટર જે.એમ. સિંધુ, એસપી જી.કે. પરકાર, સાસંદ ભાવનાબેન ચિખલીયા વિવિધ અધિકારી પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.

પોલીસ ખાતામાં ફરજ બજાવી નિવ્‍યસર્ની અને પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા શ્રી જોષીએ નિવળત થયા બાદ પોતાના હકક હિસ્‍સાની મળેલ રકમમાંથી ઘરનુ મકાન ખરીદેલ, અત્‍યંત સાદગીભર્યું જીવન અને લોકોના પ્રેરણાસ્રેત હતા. તા. ૧-૭-૨૦૧૦ના રોજ તેઓનું અવસાન થતા આજે ૧૫મી પુણ્‍યતિથી નિમીતે લોકો તેમને યાદ કરે છે તેઓની પોલીસ બેડામાં અને સમાજમાં અમીટ છાંપ જોવા મળે છે. શ્રી શિવલાલ જોષીના પુત્ર વિનુભાઈ જોષી હાલમાં જુનાગઢ જિલ્લાના ‘અકિલા'ના બ્‍યુરો ચીફ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. શિવલાલભાઈ જોષીને આજે ૧૫મી પુણ્‍યતિથી નિમિતે જુનાગઢના મેયર, ડેપ્‍યુટી મૈયર, ધારાસભ્‍ય અજયભાઈ કોરડીયા, પુર્વ ધારાસભ્‍ય ભીખાભાઈ જોષી, મહેન્‍દ્રભાઈ મશરૂ, ડો.ડી પી ચિખલીયા સહિતના આગેવાનો તેમજ ધુનડાના સંત પુ.જેન્‍તીરામબાપા, અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ-મુકતાનંદબાપુ, શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પૂ.ઇંન્‍દ્રભારતીબાપુ તેમજ મેંદરડાના સુખરામદાસ બાપુએ શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

(11:02 AM IST)