News of Wednesday, 1st July 2026
મોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસ
જરૂરતમંદોને ખાદ્ય સમગ્રીની કીટો અર્પણ કરી જન્મદિનની સેવામય ઉજવણી કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ, પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસ છે. જીવન સફરના 71 વર્ષ પૂર્ણ કરી તેઓ આજે 72 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
મોરબીના આમરણ ગામમાં એક સામાન્ય ખેડુત પરિવારમાં જન્મી, જરૂરી શિક્ષણ લેવા સાથે તેઓએ હીરા ઉદ્યોગથી શરૂઆત કરી મોરબી, નવસારી, સુરત,બોમ્બે સહિતના શહેરોમાં નામના મેળવવા સાથે મોરબી પંથકમાં સિરામિક, પોલિપેક સહીત ગુજરાતમાં અન્ય ઉદ્યોગો સાથે તેઓ સંકળાયેલા છે.
મોરબીને કર્મ ભુમી બનાવી ઉદ્યોગો સ્થાપવા સાથો સાથ 45 વર્ષ પહેલા ભાજપ સાથે જોડાઈ કાર્યકર, મોરબી શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, જીલ્લા પ્રમુખ, જેવા મહત્વના પદ પર રહી તન મન ધનથી મોરબી જીલ્લા ભાજપના સંગઠનને મજબૂતીના શિખરો પર પહોંચાડવામાં તેમનું ખુબ યોગદાન રહ્યુ છે. વિધાનસભા પણ તેઓ લડી ચુક્યા છે.
મોરબી પાટીદાર સમાજના પ્રમુખ તરીકે પણ તેમને વર્ષો સુધી સેવાઓ આપી છે. અન્ય સામાજીક, સેવાભાવી સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા છે.
વિશાળ વટવૃક્ષ જેવા સંયુક્ત પરિવારના મોભી અને " અદા " ને પરિવારજનો સાથો સાથ રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, પાટીદાર સમાજના મોભીઓ તેમજ તેમના વિશાળ ચાહક વર્ગ તરફથી આજે તેમના મો. 9099966124 પર અભિનંદન, શુભેચ્છા વર્ષા થઇ રહી છે. અને જરૂરતમંદોને ખાદ્યસામગ્રીની કીટોનું વિતરણ કરી સેવામય ઉજવણી કરવામાં આવી રહી છે
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
