News of Thursday, 30th April 2026
વીંછિયા તાલુકાના અમરાપુર શૈક્ષણિક સંસ્થામાં ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ આજે લોક ડાયરો
જસદણ વિછીયા જિલ્લા તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનું પણ સન્માન થશે

(હિતેશ ગોસાઈ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૩૦: જસદણના ડાયનેમિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે રાત્રિના વિછીયા તાલુકાના અમરાપુર શૈક્ષણિક સંસ્થાના વિશાળ મેદાનમાં ગુજરાત સ્થાપના દિવસની પુર્વ સંધ્યાએ એક લોક ડાયરાની સાથોસાથ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના જે સભ્યો ચૂંટાઈ આવ્યાં તેમનું પણ સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમને લઈને જસદણ વીંછિયાના સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ કાલે ગુજરાત સ્થાપના દિવસના અનુસંધાને દરેક નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
