<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

કાલે ભગુડામાં મોગલમાᅠ મંદિરે પૂ. મોરારી બાપુની નિશ્રામાં ૩૦મો પરમઉત્‍સવ

છ મહાનુભાવો માંગલ શક્‍તિ એવોર્ડથી વિભુષીત પંદર સંતવાણી આરાધકો સુર છેડશે

(મનિષ દવે) ભાવનગર : મહુવા પાસે તીર્થાટન ભગુડાના મોગલ મા માતાજી મંદિરે ૩૦મો પરમઉત્‍સવ પૂ. મોરારી બાપુની પાવન નિશ્રામાં તા. ર૮ મંગળવાર, રાત્રે ૮:૩૦ કલાકથી પ્રારંભ થશે.

લોકસાહીત્‍યકાર માયાભાઇ આહીરના જણાવ્‍યા અનુસાર એવોર્ડનું સંચાલન બોટાદના પ્રભાવક વક્‍તા મહેશદાનજી વી. ગઢવી કરશે. મેકરણભાઇ લીલા, દુલેરાય કારાણી (કચ્‍છ), ભુદર ભાઇજોષી, પાલરૂભા ગઢવી, ઘનશ્‍યામ કવિ, પ્રભુદાન સુરૂને  મોગલ શક્‍તિ એવોર્ડ સાથોસાથ મહેશભાઇ જીવાણી, ગોવિંદભાઇ ધોળકીયા, દેવેન્‍દ્રભાઇ દવેને પૂ. મોરારી બાપુના હસ્‍તે બહુમાન કરાશે. ત્‍યારબાદ સંતવાણી આરાધકો સંતવાણી પીરસનાર છે.

(12:07 PM IST)