<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

કાલથી જામનગરના ખોડિયાર કોલોની મેઈન રોડથી 80 ફૂટ શાકમાર્કેટ નીલકમલ સોસાયટી સુધીનો રોડ 15 જૂન સુધી વાહનો માટે બંધ રહેશે

વાહન ચાલકોએ ચિત્રકુટ સોસાયટીના આંતરિક રસ્તાઓ અને શ્રી રાજય પૂરોહિત વિદ્યાર્થી ભવનથી નિલકમલ સોસાયટીના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરવો

જામનગર :આઈ.એ.એસ., કમિશ્નર દીપેશ કેડિયા જામનગર મહાનગરપાલિકા, જામનગરઆથી ધ બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ-૨૩૬ની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેર જનતાને આથી જાહેર નોટીસથી જાણ કરૂ છું કે, જામનગર મહાનગરપાલિકાની હદમા જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ, જનતા ફાટક થી ખોડિયાર કોલોની ૮૦ ફુટ રોડ થઈ જગડીયા કેનાલ સુધી આર.સી.સી. બોકસ કેનાલનું કામ હાલે ચાલુ કરવાનું થતું હોય, જેના સલામતીના ભાગ રૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૨૮-૦૫-૨૦૨૬ થી તા. ૧૫-૦૬-૨૦૨૯સુધી નીચે જણાવેલ રસ્તા પર વાહન વ્યવહાર ભારે વાહનો માટે બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામા આવે છે. જેનો અમલ કરવાનો હુકમ ફરમાવું છું. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ કલમ-૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

વાહનો માટે બંધ રસ્તા :(૧)ખોડીયાર કોલોની મેઈન રોડ થી ૮૦ ફુટ શાકમાર્કે નિલકમલ સોસાયટી સુધીનો રોડ
વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા :(૧) ચિત્રકુટ સોસાયટીના આંતરિક રસ્તાઓ
(૨) શ્રી રાજય પૂરોહિત વિદ્યાર્થી ભવન થી નિલકમલ સોસાયટીના આંતરિક રસ્તાઓ રહેશે 

(8:26 PM IST)