News of Friday, 21st August 2026
કાલે અમેરિકામાં પૂ. મોરારીબાપુની કથામાં ડો. મહાદેવપ્રસાદ મહેતાનું પ્રવચન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. ગોસ્વામી તુલસીદાસજીની પર૯ મી જન્મ જયંતિ નીમિતે અમેરિકા ખાતે હાર્વડ યુનિવર્સિટી ખાતે પૂ. મોરારીબાપુની રામકથા ચાલી રહી છે.
જેમાં દેશભરમાંથી કથાકારો ભાગ લઇ રહ્યા છે. જયારે ગુજરાતમાં એક માત્ર તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના વતની ડો. મહાદેવપ્રસાદ મહેતાનું તા. રર ને શનીવારના રોજ શ્રીમદ્્ વાલ્મિકય રામાયણના માધ્યમથી વ્યકિતતા નિર્માણ સહિતના વિષય યુ. એસ. સમય પ્રમાણે સાંજે પ-૩૦ કલાકે વકતવ્ય આપશે.
ડો. મહાદેવપ્રસાદ મહેતાએ ચાર વેદ ૧૮ પુરાણ અને ૬ શાષા ઉપર માત્ર ૧ર વર્ષમાં ૪પ૦ કથા કરી વિશ્વમાં પ્રસિધ્ધી મેળવી છે.
તેઓના વકતવ્યથી પ્રભાવીત થઇ પૂ. મોરારીબાપુએ ગત વર્ષે મહાદેવપ્રસાદ મહેતાને વ્યાસ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તેમજ તેમણે અષ્ટોગ યોગ પુરાણગ્રંથ ઉપર લખેલા પુસ્તકનું હાવર્ડ યુનિવર્સિટીમાં વિમોચન કરાવ્યુ હતું.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
