<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ભાવનગરમાં કાલે દશેરા એ પરંપરાગત‘રાવણ દહન’:

જવાહર મેદાન તથા ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય આતશબાજી બાદ મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના પૂતરા દહનનો ભવ્ય કાર્યક્રમ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર શહેરમાં  વિજયાપદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના જવાહર મેદાન ખાતે મનસુખભાઈ પજવાની પ્રેરિત સિંધી સમાજ નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ વખતે રામલીલા વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. સાંજે ભવ્ય આતશબાજી બાદ મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના પૂત્તરા નું દહન કરાશે. આ પ્રસંગે  ,સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં મનસુખભાઈ પંજવાની, નિલેશભાઈ રાવળ, અશોકભાઈ બારૈયા એ માહિતી આપી હતી.

શહેરના જવાહર મેદાન ઉપરાંત માર્કેટિંગ યાર્ડ ખાતે  સાંજે ૬:૩૦ કલાકે ‘વિજયાપદશમી મહોત્સવ-રાવણ દહન’ ના ભવ્ય કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ  વાઘાણીની પ્રેરણાથી બજરંગ વિકાસ સમિતિ દ્વારા ચિત્રા ખાતે આવેલા  સતત ૧૩મા વર્ષે કરવામાં આવ્યું છે. જેમાં પણ સંતો મહંતો આગેવાનો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાવણ દહન ના બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

(7:01 PM IST)