<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કાલે મુંબઇમાં નાથળિયા ઉનેવાળ સમાજની વાડીનું લોકપર્ણઃ પૂ. રમેશભાઇ ઓઝાની ઉપસ્‍થિતિ

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં વસ્‍તા નાથાળિયા ઉનેવાળ સમાજના જ્ઞાતિજનોના હીતમાં મુંબઈ ખાતે દહીંસર મુકામે બનેલ વાડીના લોકાર્પણ સૌના પ્રેરણા સ્રોત પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની  ઉપસ્‍થિતિમાં તેમજ પૂ ચરણ કરણિક ગુરુ શરણાંનંદજી મહારાજ (રમણરેતી વળંદાવન ) ના હસ્‍તે આવતીકાલે  તા.૧ મે ના શુક્રવારે થશે.

નાથળિયા  ઉનેવાળ બ્રહ્મ સમાજ વાડી નિર્માણ માટે  એક કરોડ એકાવન લાખ રૂપિયા અનુદાન  પૂ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મળ્‍યું છેં. કાર્યક્રમસેન્‍ટ ફ્રાન્‍સીસ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્રોલોજી, સંતોષી માતા મંદિર રોડ, રીવર ફ્રન્‍ટ, દહિસર વેસ્‍ટ મુંબઈ ખાતે આવતીકાલે શુક્રવારના સાંજે ૪:કલાકે યોજાશે.

નાથાભાઈ રાજગોર, કરુણાશંકરભાઈ ઓઝા અને સમસ્‍ત જ્ઞાતિ આગેવાનો, યુવાનો આ લોકાપર્ણ  કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે તેમ અંતમાં રાજકોટ જ્ઞાતિ ટ્રસ્‍ટના રજતજ્‍યંતી મહોત્‍સવના મુખ્‍ય દાતા મહેશકુમાર હરજીવનભાઈ દવેએ એક યાદીથી જણાવ્‍યું છે.

(11:23 AM IST)