તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
અમરેલીના બગસરા પંથકમાં ધોધમાર વરસાદ:રફાળા, મુંજીયાસર, સાપર સહિતના અનેક ગામડાઓમાં મેઘમહેર
પીઠડીયા ગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો: ભારે વરસાદ વચ્ચે માતાજીના મંદિર ઉપર વીજળી પડતાં સામાન્ય નુકસાન થયું

અમરેલીઃ બગસરા પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. રફાળા, મુંજીયાસર, સાપર સહિતના અનેક ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. પીઠડીયા ગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વચ્ચે માતાજીના મંદિર ઉપર વીજળી પડતાં સામાન્ય નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે. વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લાંબા સમય બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદથી ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. સમગ્ર પંથકમાં હાલ વરસાદી માહોલ છવાયો છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
