તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
અમરેલીના લીલીયા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ
નાના લીલીયા, પુંજાપાદર, પીપળવા, ગોઢાવદર અને વાઘણીયા ગામોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે મેઘરાજાએ સતત બીજા દિવસે ધમાકેદાર હાજરી નોંધાવી છે. લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. લીલીયા શહેર ઉપરાંત નાના લીલીયા, પુંજાપાદર, પીપળવા, ગોઢાવદર અને વાઘણીયા ગામોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક વરસાદ વરસતાં સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
