<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

'પિંક સિટી' તરીકે ઓળખાતા જયપુરમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં પ્રવાસન મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી

.જયપુરના ઐતિહાસિક વૈભવ, રાજપૂતાના સંસ્કૃતિ અને સ્થાપત્ય કલાને જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ:વિશ્વપ્રસિદ્ધ આમેરનો કિલ્લો, અદભુત ઝરૂખા ધરાવતો હવા મહેલ, સરોવર વચ્ચે વિરાજમાન જલ મહેલ, પહાડી પર સ્થિત નાહરગઢ કિલ્લો, જંતરમંતર અને ભવ્ય સિટી પેલેસ જેવા પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની ભારે ચહલપહલ

દેશની પ્રખ્યાત 'પિંક સિટી' તરીકે ઓળખાતા જયપુરમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ પ્રવાસન મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે.આ આહલાદક વાતાવરણમાં દેશના ખૂણે-ખૂણેથી આવતા સ્થાનિક સૈલાનીઓ સાથે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ જયપુરની મુલાકાતે ઉમટી પડ્યા છે.જયપુરના ઐતિહાસિક વૈભવ, રાજપૂતાના સંસ્કૃતિ અને સ્થાપત્ય કલાને જોઈને અહીં આવતા તમામ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.વિશ્વપ્રસિદ્ધ આમેરનો કિલ્લો, અદભુત ઝરૂખા ધરાવતો હવા મહેલ, સરોવર વચ્ચે વિરાજમાન જલ મહેલ, પહાડી પર સ્થિત નાહરગઢ કિલ્લો, જંતરમંતર અને ભવ્ય સિટી પેલેસ જેવા પ્રવાસન સ્થળો હાલ પ્રવાસીઓની ભારે ચહલપહલથી ધમધમી રહ્યા છે.પહાડીઓ અને તળાવોની પૃષ્ઠભૂમિમાં પિંક કલરના પથ્થરોથી બનેલી આ ઐતિહાસિક ઈમારતોની ભવ્ય કારીગરી અને વારસો પ્રવાસીઓના મન મોહી રહ્યો છે.

જયપુરની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓ અહીંના સ્થાપત્ય અને મહેમાનોના ભવ્ય સ્વાગતથી અત્યંત પ્રભાવિત થઈ રહ્યા છે.વિવિધ દેશોમાંથી આવેલા સૈલાનીઓ પોતાના અનુભવો શેર કરતા ઉત્સાહભેર કહી રહ્યા છે કે, આવું અદભુત સ્થાપત્ય અને રોયલ કલ્ચર અમે જીવનમાં ક્યારેય જોયું નથી..અહીંની રાજાશાહી પરંપરાઓ, ભવ્ય કિલ્લાઓનું નકશીકામ, રંગબેરંગી હસ્તકળા અને પરંપરાગત રાજસ્થાની ખાનપાન વિદેશીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.પિંક સિટીની સુંદરતાથી મંત્રમુગ્ધ થયેલા વિદેશી મહેમાનો ભારતીય સંસ્કૃતિના અતિથિ દેવો ભવ:ના ભાવથી ભાવવિભોર થઈ રહ્યા છે.

(1:29 PM IST)