તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
મોરબી મહાનગરપાલિકાની "NAKSHA" પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ.
જમીન સંબંધિત માહિતીનું અપડેટેડ રેકર્ડ તૈયાર કરવામાં આવશે. જેના પરિણામે જમીનના નકશા અને દસ્તાવેજોમાં રહેલી વિસંગતતાઓ દૂર થશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત "NAKSHA" (National Geospatial Knowledge-based Land Survey of Urban Habitation) પાયલોટ પ્રોજેક્ટ હવે મોરબી શહેરમાં અમલમાં છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરના વિસ્તારોમાં જમીન સંબંધિત રેકર્ડ, મિલકત સીમાઓ અને હકદારીની માહિતીનું આધુનિક ટેક્નોલોજી દ્વારા સર્વેક્ષણ કરી વધુ ચોક્સાઈભર્યું, પારદર્શક અને વિશ્વસનીય ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવાનો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત જીઓસ્પેશિયલ ટેક્નોલોજી, ડિજિટલ મેપિંગ અને આધુનિક સર્વે સાધનોનો ઉપયોગ કરીને શહેરી વિસ્તારોની જમીન સંબંધિત માહિતીનું અપડેટેડ રેકર્ડ તૈયાર કરવામાં આવશે. જેના પરિણામે જમીનના નકશા અને દસ્તાવેજોમાં રહેલી વિસંગતતાઓ દૂર થશે. તેમજ નાગરિકોને મિલકત્ત સંબંધિત સેવાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે.
નક્શા પ્રોજેક્ટથી મોરબી શહેરમાં મિલ્કત ખરીદી-વેચાણ વારસાઈ હક, વિકાસ પ્રક્રિયા અને શહેર આયોજનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તથા આ સાથે જ જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે. વિવિધ સરકારી યોજનાના લાભતથા વારસાઈ, વેચાણ ઝડપી બનશે.NAKSHA પ્રોજેક્ટ માધ્યમથી મોરબી શહેરના મિલ્કત રેકર્ડને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત ક૨વામાં આવશે. મિલક્તોના નકશા અને દસ્તાવેજોમાં ગેરસમજ તથા વિવાદો દૂર થશે. ભવિષ્યમાં નગર આયોજન પ્રક્રીયા વધુ વૈજ્ઞાનિક અને પારદર્શક બનશે
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
