<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ઉપલેટામાં ભર ઉનાળે પાણી વિતરણમાં ધાંધીયાઃ ઉપવાસ આંદોલનની ચિમકી

સદસ્‍ય ચંદ્રપાલસિંહની આગેવાનીમાં ચિફ ઓફિસરને રજૂઆત

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૩૦: અહીંના વોર્ડ ત્રણના રઘુવંશી સોસાયટીમાં નગરપાલિકા દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પાણી વિતરણ ન થતા સોસાયટીના રહીશો દ્વારા સેવાભાવી સદસ્‍ય ચંદ્રપાલસિંહ જાડેજાને જાણ કરતા તેઓએ તરત જ સોસાયટીના આગેવાનોને સાથે રાખી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરેલ અને તાત્‍કાલિક યોગ્‍ય નહીં થાય તો લોકોના મોટા સમૂહને સાથે રાખી નગરપાલિકા કચેરી સામે રાવટી નાખી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપેલ હતી.  ( તસવીર : ભોલુ રાઠોડ -ઉપલેટા)

(11:05 AM IST)