News of Wednesday, 9th September 2026
શ્રી ઝુલેલાલ સાહેબની પૂર્ણાવતી નિમિત્તે જામનગરમાં ટ્રાફિક ડાયવર્ઝન : તા.૧૨ સપ્ટેમ્બરે બપોરે ૧ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી જૂના રેલવે સ્ટેશન, ગીતાલોજ પાસેથી ત્રણ બત્તી ચોક સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે
જૂના રેલવે સ્ટેશન, ગીતા લોજપાસેથી ત્રણ બત્તી ચોક સર્કલ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે,રસ્તો બંધ થતા વાહન-વ્યવહારનો વૈકલ્પિક રૂટ જૂના રેલવે સ્ટેશનથી ગેલેક્સી સીનેમા તરફ જવાનો ડાયવર્ઝન રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગરમાં તા.૧૨/૦૯/૨૦૨૬ને શનિવારના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવશ્રી ઝુલેલાલ સાહેબની પૂર્ણાવતી નિમિતે શ્રી ઝુલેલાલ મંદિર ખાતે ભજન, કિર્તન, પલ્લવ તેમજ ભંડારાનું આયોજન કરેલ છે. આ ઉત્સવમાં સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદીરે આવતા હોય છે, જ્યા પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર તમામ પ્રકારના વાહોનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિમલ ચૌધરી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ તા.૧૨ સપ્ટેમ્બરના રોજ બપોરના ૧:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી જૂના રેલવે સ્ટેશન, ગીતા લોજપાસેથી ત્રણ બત્તી ચોક સર્કલ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. રસ્તો બંધ થતા વાહન-વ્યવહારનો વૈકલ્પિક રૂટ જૂના રેલવે સ્ટેશનથી ગેલેક્સી સીનેમા તરફ જવાનો ડાયવર્ઝન રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે.
આ જાહેરનામું કામગીરીમાં રોકાયેલ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર વિભાગના વાહનોને લાગુ પડશે નહી.આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
