News of Thursday, 12th November 2026
પાલીતાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ: એકસાથે ત્રણ મકાનોને નિશાન બનાવ્યા
સોના-ચાંદીના દાગીનાતેમજ ઘરવખરીની ચોરી કરીને તસ્કરો ફરાર : શહેરીજનોમાં ભારે ફફડાટ

પાલીતાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ વધતા એકસાથે ત્રણ મકાનોને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં જામવાળી ગામે આવેલા બે બંધ મકાનોના તાળા તોડીને તસ્કરો ઘરવખરીના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જ્યારે બીજી તરફ શહેરના ટીકેનગર વિસ્તારમાં ધોળા દિવસે એક મકાનમાં ઘૂસીને કબાટમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. એકસાથે બનેલી આ ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશો અને શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસે ગુનો નોંધીને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિત તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
