તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
જૂનાગઢના મેંદરડાના ડેડકીયાળી ગામે દીપડાના હુમલામાં 6 વર્ષની બાળકીનું કરુણ મોત: સ્થાનિકોમાં ભારે આક્રોશ
દીપડો પાંજરે પુરાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ અને ગ્રામજનોએ માંગ કરી

જૂનાગઢના મેંદરડાના ડેડકીયાળી ગામે દીપડાએ 6 વર્ષની બાળકી પર હુમલો કરી તેને ઉઠાવી અંધારામાં ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં દીપડો બાળકીને લઈ જતો જોવા મળે છે. હુમલામાં બાળકીનું કરુણ મોત નીપજતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. દીપડો પાંજરે પુરાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ અને ગ્રામજનોએ માંગ કરી છે. ઘટનાસ્થળે પોલીસ અને વન વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે અને દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ ઉઠી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
