તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
કચ્છના માંડવીમાં બે પરિણીત પ્રેમી વચ્ચેના પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામઃ પ્રેમીએ ભર બજારે પ્રેમિકાની છરીના ઘા ઝીંકી હત્યા કરી
બહેનપણી સાથે દિવાળીની ખરીદી કરવા આવેલી યુવતીને છરી વડે વેંતરી નાખી, આરોપી પોલીસના સકંજામાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૭: કચ્છના માંડવી શહેરમાં ધનતેરસના દિવસે પ્રેમસંબંધની અદાવતમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના મેઈન બજારમાં બહેનપણી સાથે દિવાળીની ખરીદી કરવા આવેલી યુવતી પર તેના પરિણીત પ્રેમીએ અચાનક છરી વડે હુમલો કરી દીધો હતો. યુવતીને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
મળતક યુવતી પાર્વતીબેન બાબુરામ પાંજરીવાલા (ઉંમર ૪૩ વર્ષ), રહે. સલાયા ખારવા પાંજરાપોળ, તા. માંડવી, અને આરોપી જીતેન્દ્રલાલ ગુણવંતરાય રાજગોર (ઉંમર આશરે ૪૧ વર્ષ), રહે. ગામ મેરાઉ તા. માંડવી, કચ્છ વચ્ચે પ્રમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. મળતક યુવતી અને આરોપી બંને પરિણીત અને બંનેને સંતાનો હોવા છતાં બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધો હતા. ગઈકાલે ધનતેરસના દિવસે પાર્વતીબેન પોતાની બહેનપણી સાથે માંડવીના મેઈન બજારમાં દિવાળીની ખરીદી કરવા આવ્યાં હતાં. સાંજે આશરે સાડા છ વાગ્યાના અરસામાં બજારમાં ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારે આરોપી જયંતીલાલ અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે પોતાની પ્રેમિકા યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવતીને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જોકે, ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન યુવતીએ દમ તોડી દીધો હતો. બનાવને પગલે સમગ્ર માંડવી શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ, આરોપીએ આશરે ૧૨ મહિના પહેલાં મંદિરમાં લગ્ન કર્યા હતા. તે યુવતીને પોતાની સાથે રહેવા દબાણ કરતો હોઈ તેની આ બાબતે પ્રેમિકા યુવતી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યાની ઘટનાને પગલે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
