તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમરેલી જીલ્લામા કરુણ ઘટના : પીપળલગ ગામના તળાવમાં નહાવા ગયેલા બે સગાભાઈઓના ડૂબી જતાં મોત
બંને ભાઈઓ તળાવમાં નહાવા ગયા હતા ત્યારે સર્જાઈ દુર્ઘટના : પરિવારમાં આક્રંદ - પોલીસે તપાસ હાથ ધરી

અમરેલી, તા. 2 : અમરેલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પીપળલગ ગામના તળાવમાં નહાવા ગયેલા બે સગા ભાઈઓનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પીપળલગ ગામે રહેતા બે સગા ભાઈઓ આજે બપોરના સમયે ગામના તળાવમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘણા સમય સુધી બંને બહાર ન આવતા આસપાસના લોકોને શંકા જતા તળાવમાં તપાસ કરતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ગામના લોકો મોટી સંખ્યામાં તળાવ કાંઠે એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અમરેલી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
બે સગા ભાઈઓના એક સાથે મોતથી પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસામાં તળાવ-નદીમાં પાણી વધારે હોવાથી નહાવા જતી વખતે ખાસ સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
