News of Saturday, 28th November 2026
કેશોદમાં કરુણ ઘટના :માતાની કેન્સરની બીમારી અને બહેનના લગ્નની ચિંતામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આશાસ્પદ યુવાનના અચાનક મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું : સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના મધુસુદન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય ધવલકુમાર રામકૃષ્ણ લશ્કરી નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની કરૂણ ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક યુવાન નબળી આર્થિક પરિસ્થિતિ, માતાની કેન્સર જેવી ગંભીર બીમારીની સારવારનો ખર્ચ તેમજ બહેનના લગ્ન નજીક હોવાની બેવડી જવાબદારીઓને કારણે ભારે માનસિક તણાવમાં રહેતો હતો, જેનાથી કંટાળીને તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. આશાસ્પદ યુવાનના અચાનક મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
