<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

‘જેણે જીવી જાણ્‍યું' એવા સ્‍વ. વરૂણભાઈ બ્રીજભાઈ ઠક્કરની પાંચમી પુણ્‍યતિથિએ ચોટીલા અને ટંકારા ખાતે ‘વરૂણ સ્મૃતિ'ની સ્‍થાપના

રાજકોટ, તા. ૧ માત્ર ૨૫ વર્ષની યુવા વયે આપણી વચ્‍ચેથી અણધારી વિદાય લેનાર સેવાભાવી, પર્યાવરણ-પ્રેમી, યુવા વયે વિવિધ ક્ષેત્રોમાં અનેક વિશિષ્ટ સોપાન સર કરનાર, મોરબી જિલ્લાના ટંકારાના મૂળ વતની, દિલ્‍હી નિવાસી અને જેણે જીવી જાણ્‍યું એવા સ્‍વ. વરૂણભાઈ બ્રીજભાઈ ઠક્કર (કક્કડ)ની પાંચમી પુણ્‍યતિથિએ ચોટીલા અને ટંકારા ખાતે વરૂણ સ્‍મળતિની સ્‍થાપના કરવામાં આવી હતી

સ્‍વ. વરૂણભાઈ ઠક્કરની પુણ્‍યસ્‍મળતિમાં એમના બ્રીજભાઈ મનુભાઈ ઠક્કર પરિવાર દ્વારા માઁ ચામુંડાની પાવનભૂમિ  ચોટીલા ખાતે ચોટીલા ડુંગર પારંપરિક પરિક્રમા પથ પર વિવિધ પ્રકારના ૨૧૦૦ જેટલાં વળક્ષોનાં વરૂણ વનનું નિર્માણ તેમજ ઐતિહાસિક રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક  ખાતે વળક્ષારોપણ કરવામાં આવ્‍યું છે. ચોટીલાના સંનિષ્ઠ નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જીએએસ)ના વરદ-હસ્‍તે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક ખાતે વરૂણ સ્‍મળતિનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે સ્‍વ. વરૂણભાઈ ઠક્કરના માતા મીનાબેન ઠક્કર અને પિતા બ્રીજભાઈ ઠક્કર ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, શિક્ષણવિદ અને શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા), વાલજીભાઈ પિત્રોડા, વિનોદભાઈ મિષાી અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયના ફઝલભાઈ ચાવડાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. વરૂણ વન ખાતે પણ શ્રધ્‍ધાસુમન અર્પણ કરવામાં આવ્‍યા હતા.

મહર્ષિ દયાનંદ સરસ્‍વતીની જન્‍મભૂમિ ટંકારા ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામક કચેરીના સરકારી તાલુકા પુસ્‍તકાલય ખાતે સ્‍વ. વરૂણભાઈ ઠક્કરની પુણ્‍યસ્‍મળતિમાં પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન દ્વારા મેઘાણી-સાહિત્‍ય કોર્નરની સ્‍થાપના કરવામાં આવી હતી. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકકથાઓ, લોકગીતો, લોકસાહિત્‍ય સંશોધન અને વિવેચન એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્‍તકો લખ્‍યાં હતાં. આ તમામ પુસ્‍તકો ૬×૩×૧ ફૂટનાં કલાત્‍મક કાચનાં કબાટમાં વિષયવાર અહીં મૂકાયા છે. આ અવસરે મદદનીશ ગ્રંથપાલ કુસુમબેન ભાગ્‍યા પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

સ્‍વ. વરૂણભાઈ ઠક્કરની સ્‍મળતિ કયારેય વિસરાશે નહીં. સદાય અજરામર રહેશે.

આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન

(મો.  ૯૮૨૫૦૨૧૨૭૯)

(12:23 PM IST)