News of Friday, 23rd October 2026
ખંભાળીયા પોલીસ હેડ કવાર્ટરમાં શહિદ દિવસે શહીદોને શ્રધ્ધાંજલી

ખંભાળીયાઃ દેવભુમી ્ દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા શહીદ દિન ઉજવણી પોલીસ હેડ કવાર્ટર ખાતે કરવામાં આવી હતી. દેશની રક્ષા માટે અને રાષ્ટ્રની અસ્મીતા જાળવવા પોતાના પ્રાણોની આહુતી આપનાર વીર શહીદોને શ્રધ્ધાંજલી આપી પુષ્પો અર્પણ કરાયા હતા. રાજય સભાના સાંસદ જીતેન્દ્ર કણઝારીયા તથા જીલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, એએસપી પ્રખર કુમાર વિ. દ્વારા પુષ્પાંજલી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. (તસ્વીરઃ અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
