તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પાઠક પરિવાર દ્વારા ત્રિવિધ કાર્યક્રમ
૧૫ નવેમ્બરે જેતપુર તાલુકાના ખીરસરામાં માતાજી સન્મુખ યજ્ઞ, વિદ્યાર્થી પ્રતિભા સન્માન અને લાડમણી એવોર્ડ વિતરણનું તુલજાભવાની માતાજી દેવસ્થાનમ સમિતિ દ્વારા આયોજન

રાજકોટ, તા.૨૪: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મ ણ પાઠક પરિવારના કુળદેવી તુલજાભવાની માતાજી દેવસ્થાનમ સમિતિ દ્વારા તા.૧૫ નવેમ્બરને રવિવારના રોજ જેતપુર તાલુકાના ખીરસરામા ૨૬ મા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞનો સમય સવારે ૬.૩૦ થી ૧૧.૩૦, તોહમિલન અને ઈનામ વિતરણ બપોરે ૧૧.૩૦ થી ૧૨.૩૦ અને ભોજન પ્રસાદ બપોરે ૧૨.૩૦ કલાકથી ખીરસરા સહકારી મંડળીના ગોડાઉનમાં યોજાશે. આ વર્ષના સંપૂર્ણ યજ્ઞ ભોજનના દાતા ભાવેશભાઈ જયંતિલાલ પાઠક વડોદરા છે.૨૦૨૭ના ભોજનના દાતા પ્રવિણચંદ્ર અમળતલાલ પાઠક છે. આ પ્રસંગે ત્રણ કાર્યક્રમોમા LKG થી ધોરણ ૧૨ તથા કોલેજમાં ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ કે જેમણે માર્ચ ૨૦૨૬માં પરીક્ષા પાસ કરી હોય તેમણે પોતાની માર્કશીટનો ફોટો ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં શૈલેષભાઈ પાઠક ના મો. ૯૮૨૪૨ ૪૩૦૪૦ પર વોટ્સએપ કરવાનો રહેશે. PhD, CA, MBBS ની પદવી મેળવનારને પણ સન્માનિત કરાશે. લાડમણી એવોર્ડ અને સવિતા પાઠક સ્મળતિ એવોર્ડ સવિતાબેન રુગનાથભાઈ પાઠક પરિવાર તરફથી અપાય છે. પાઠક કુટુંબની કોઈ વ્યક્તિ કે જેણે સામાજિક કે લોકોપયોગી ક્ષેત્રમાં વિશિષ્ટ કામ કર્યું હોય તે પોતાના કાર્યના આધાર પુરાવા સાથે ૩૧ ઓક્ટોબર પહેલા વોટ્સએપથી મોકલી શકે છે. સમિતિએ તમામ પાઠક પરિવારને સહકુટુંબ પધારવા આમંત્રણ આપ્યું છે. વધુ માહિતી માટે ભરતભાઈ પાઠક ૯૪૨૬૪ ૭૯૮૬૯, વસંતભાઈ પાઠક ૯૮૨૫૧ ૯૪૪૯૦, શૈલેષભાઈ પાઠક ૯૮૨૪૨ ૪૩૦૪૦ અને કમલેશભાઈ પાઠક ૯૩૭૪૦ ૭૫૭૦૩ નો સંપર્ક કરવા જણાવાયું છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
