News of Friday, 13th November 2026
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સોમવારે ત્રિવિધ કાર્યક્રમ
મુખ્યમંત્રીની હાજરીમાં સખી સ્નેહમિલન,મહાઆરતી અને માતાજીના રાસ-ગરબાનું આયોજન : પાટીદાર શૈક્ષણિક ભવનના આગેવાનો અને કાર્યકરો દ્વારા તડામાર તૈયારી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૩: જસદણ ખાતે આવેલા પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે.
જસદણના આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા આગામી તા.૧૬ ના રોજ વિવિધ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં તેમજ ખોડલધામના નરેશભાઈ પટેલ અને ઉમિયાધામ ઉંજાથી ખાસ હાજર રહેનાર સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા કરવામાં આવતી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવળત્તિઓને બિરદાવવામાં આવશે ખાસ કરીને મહિલાઓ દ્વારા આયોજિત વિવિધ પ્રવળત્તિઓ,સખી તોહમિલન,વડીલ વંદના,પ્રવાસ અને સત્સંગ જેવા કાર્યક્રમોની પ્રશંસા કરી મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ અંઞે શૈક્ષણિક ભવનના કર્તા હર્તા દિનેશભાઈ બાંભણીયાના જણાવ્યા મુજબ પ્રથમ જસદણ તાલુકાની દીકરીઓ અને બહેનો દ્વારા આયોજિત સખી સ્નેહમિલન કાર્યક્રમ બપોરે ૧ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી યોજાશે આ કાર્યક્રમમાં બહેનો વચ્ચે સ્નેહ,એકતા,સામાજિક સંવાદ અને પરસ્પર સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવશે સાંજે પાંચ વાગ્યે ભુપેન્દ્રભાઈનુ આઞમન થશે તેઓ સખી મંડળની બહેનો દ્વારા આયોજિત કાર્યક્રમમા હાજરી આપી ખાટલા બેઠકમાં ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના બીજા ચરણમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાશે આ ઉપરાંત માતાજીની મહા આરતી અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ત્રીજા ચરણમાં ઊંઝાના જાણીતા કલાકાર સાગર પટેલ દ્વારા માતાજીના રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવશે જેમાં ઉપસ્થિત સૌ ભક્તો ભક્તિ અને આનંદના માહોલમાં સહભાગી બનશે.
ઉલ્લેખનિય છે કે પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા સમયાંતરે વડીલ વંદના,ધાર્મિક પ્રવાસ, સત્સંગ કાર્યક્રમ,મહિલા પ્રવાસ સહિતની વિવિધ સામાજિક અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ કરવામાં આવે છે આ પ્રવળત્તિઓ સમાજમાં એકતા,સંસ્કાર,સેવા અને મહિલા સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન આપે છે આ તમામ પ્રવળત્તિઓને બિરદાવવા તથા મહિલાઓ દ્વારા કરવામાં આવતી સેવાકીય અને સામાજિક કામગીરીને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ઉપસ્થિત રહેવાના છે.
આ ત્રિવિધ કાર્યક્રમમાં સમાજના આગેવાનો,બહેનો,યુવાનો તથા સમગ્ર પાટીદાર સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવળદ્ધિ કરે તેવી આયોજકો દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી છે.
આ અંગે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ વતી દિનેશભાઈ બાંભણિયા (મો. ૯૯૧૩૫૮૦૯૮૦) અને વ્યવસ્થાપક કમિટી દ્વારા સૌ સમાજોને આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા યાદીમા જણાવ્યુ છે
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
